How to get rid of yellow teeth: ચહેરો દરેક વ્યક્તિના શરીરનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે. તેવામાં જ્યારે તમે કોઈને મળો છો તો સૌથી પહેલા સામેવાળાની નજર તમારા ચહેરા પર જાય છે અને પછી તમે જ્યારે બોલવાનું શરૂ કરો તો તમારા દાંત સામેવાળાને જોવા મળે છે. પરંતુ કેટલાક લોકોના દાંત પીળા હોય છે. તેવામાં તે સમાજમાં મજાકનું પાત્ર બને છે. ઘણીવાર લોકો અનેક પ્રયાસો છતાં દાંતની પીળી પરતને સાફ કરી શકતા નથી. તેવામાં આજે અમને તમને કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશું જેને અજમાવી તમે તમારા દાંત સાફ કરી શકો છો.
દાંત પર રહેલા પીળા ડાઘ દૂર કરવા માટે ઘણીવાર લોકો પૈસા પણ ખર્ચતા હોય છે. તેવામાં તમે પણ પીળા દાંતથી પરેશાન છો તો આજે અમે તમને કેટલાક ઘરેલૂ નુસ્ખા વિશે જણાવીશું, જેને અપનાવી તમે તમારા દાંત સુંદર બનાવી શકો છો. તમે દાંત પરથી પીળા ડાઘ હટાવી તેને મોતીની જેમ ચમકાવી શકો છો.
જો તમારા દાંત પીળા છે અને તમારે તેને દૂર કરવા છે તો તમારા દાંતમાં થોડા સમય માટે નાળિયેરનું તેલ લગાવી રાખવાનું છે. આમ કરવાથી તમને રાહત મળશે.
દાંત પરથી પીળા ડાઘ દૂર કરવા માટે સંતરાની છાલને રાત્રે સૂતા પહેલા દાંત પર લગાવી શકો છો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થશે અને દાંતની ગંદકી પણ સાફ થઈ જશે.
પીળા દાંત હટાવવા માટે એક ચમચી મીઠામાં લીંબુનો રસ અને સરસવનું તેલ મિક્સ કરવાનું છે. હવે તેની પેસ્ટ બનાવી તમારે દિવસમાં ત્રણ-ચાર વખત બ્રશ કરવાનું છે. દાંતોની સફાઈ માટે આ નુસ્ખો અસરકારક માનવામાં આવે છે. તેનાથી પીળા દાંત સફેદ બને છે.
પીળા દાંત દૂર કરવામાં લીંબડાનું દાતણ પણ અસરકારક છે. તે માટે તમારે બ્રશની જગ્યાએ લીંબડાનું દાતણ કરવું જોઈએ.
દાંત પર પીળા ડાઘથી છુટકારો મેળવવા માટે સ્ટ્રોબેરી અને મીઠાને એક સાથે મિક્સ કરવાનું છે અને પછી બ્રશની મદદથી દાંતોની સફાઈ કરવાની છે. તેનાથી દાંતમાં રહેલા ડાઘ દૂર થવા લાગશે.