PHOTOS

દેશભક્તિના ગીતો ગાતા ગાતા મહિલાને આવ્યો હાર્ટ એટેક, 5 મિનિટમાં છૂટ્યો જીવ, CCTV

Heart Attack Live Death : ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની ગયો છે. છેલ્લાં કેટલાય સમયથી લાઈવ હાર્ટ એટેકની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો હૃદયના રોગના હુમલાથી મોતને ભેટે છે. ત્યારે હવે ભુજનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. 

Advertisement
1/3

દેશભક્તિ ગીતના ચાલુ પ્રોગ્રામમાં ગીત ગાતા એક મહિલાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓ પળવારમાં મોતને ભેટ્યા હતા. હાર્ટ એટેકની લાઈવ ઘટના આખી કેમેરામાં કેદ થઈ છે.   

2/3

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના પ્રમુખ સ્વામીનગર પાસે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી વૃક્ષમિત્ર ગાર્ડન (વૃક્ષ મિત્ર સંસ્થા) તેમજ વૃક્ષ મિત્ર સંગીત સભા દ્વારા ૭૮માં સ્વતંત્રતા દિવસ નિમિતે દેશભક્તિ ગીત ગાવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. તે દરમ્યાન આરતીબેન રાઠોડ દેશભક્તિ ગીત ખુરશી પર બેસીને માઈક પકડીને લલકારી રહ્યા હતા. હજી તો તેમણે ગીત ગાવાની શરૂઆત જ કરી હતી, ત્યાં 5 મિનિટમાં જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. આરતીબેન ખુરશી પર બેઠા બેઠા જ ઢળી પડ્યા હતા. 

Banner Image
3/3

ત્યારે આ ઘટનાથી ત્યા હાજર સૌ હચમચી ગયા હતા. આરતીબેનનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રમુખ સ્વામીનગર તેમજ વૃક્ષ મિત્ર સંસ્થા તેમજ વૃક્ષ મિત્ર સંગીત સભાના લોકોમાં આ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ હતી.   





Read More