બ્રાઝિલના 38 વર્ષના એક પ્રિડિક્ટર આતોસ સલોમે જેમને જીવિત નાસ્ત્રેદમસ પણ કહે છે. તેમણે ત્રીજા વિશ્વયુદ્ધ અંગે ડરામણી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ યુદ્ધ જલદી શરૂ થઈ શકે છે અને બ્રિટનના લોકોએ તેના માટે તૈયાર રહેવું જોઈએ. સલોમેનો દાવો છે કે આ યુદધ તોડફોડ અને હાઈબ્રિડ જંગથી શરૂ થશે. જેના સંકેત આ વર્ષની ઘટનાઓમાં જોવા મળી ચૂક્યા છે.
મિરર ડોટ કોમ મુજબ સલોમેનું કહેવું હતું કે તેમણે અગાઉ પણ અનેક મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી. જેમાં કોવિડ 19નું ફેલાવવું, બ્રિટનના રાણી એલિઝાબેથ II નું મૃત્યુ અને રશિયાનો યુક્રેન પર હુમલો સામેલ છે. હવે તેઓ કહે છે કે હાલના મહિનાઓમાં દુનિયામાં એક 'ખતરનાક પેટર્ન' જોવા મળી રહી છે. તેમનું માનવું છે કે આ પેટર્ન એક મોટા સંકેત તરફ ઈશારો કરી રહ્યો છે. તેમણે લોકોને કહ્યું કે સંકેતો પર ધ્યાન આપો.
જીવિત નાસ્ત્રેદમસ એટલે કે સલોમેનું કહેવું છે કે દુનિયામાં અનેક ઘટનાઓ એક સાથે થઈ રહી છે જે અલગ અલગ દેખાય છે, પરંતુ અસલમાં તે એક મોટી રણનીતિનો ભાગ છે. તેમનો દાવો છે કે આ ઘટનાઓ મળીને વૈશ્વિક સંકટ પેદા કરી શકે છે. તેમણે તેને ડોમિનો ઈફેક્ટ ગણાવી છે. એટલે કે આ ઘટના બીજીને શરૂ કરી શકે છે. સલોમેએ પોતાના દાવાની મજબૂતી તરીકે જાન્યુઆરીમાં લાતવિયા અને સ્વીડન વચ્ચે સમુદ્ર નીચે ફાઈબર ઓપ્ટિક કેબલન તૂટવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો. સ્વીડનની સરકાર તેને તોડફોડ માનીને તપાસ કરી રહી છે. આ ઉપરાંત ડિસેમ્બરમાં ફિનલેન્ડ પોલીસે એક રશિયન ઓઈલ ટેંકરને પકડ્યુ હતું. પોલીસનું કહેવું છે કે આ ટેન્કરે ફિનલેન્ડ અને એસ્ટોનિયા વચ્ચે વીજળી અને ટેલિકોમ કેબલને પોતાના લંગરથી ખેંચીને તોડ્યું હતું. સલોમે કહ્યું કે આ ઘટનાઓ યુદ્ધના સંકેત છે.
સલોમેના જણાવ્યાં મુજબ સમુદ્રની નીચે કેબલ આધુનિક સંચારનો આધાર છે. જો તે નષ્ટ થઈ જાય તો ડિજિટલ બ્લેકઆઉટ થઈ શકે છે. તેનાથી સેનાની તાકાત નબળી પડશે અને અર્થવ્યવસ્થાને પણ નુકસાન થશે. તેમનું માનવું છે કે બાલ્ટિક ક્ષેત્રમાં વધતા તણાવ 2023માં મોટી જંગનું કારણ બની શકે છે. આ સાથે જ ભવિષ્યમાં દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની પણ આશંકા છે.
સલોમેએ ચેતવણી આપી કે ઈતિહાસમાં નાની ઘટનાઓએ મોટા યુદ્ધ શરૂ કરાવ્યા છે. જેમ કે પહેલું વિશ્વ યુદ્ધ એક હત્યાથી શરૂ થયું હતું અને બીજુ વિશ્વયુદ્ધ પોલેન્ડ પર હુમલાથી. આજનાસમયમાં હાઈબ્રિડ યુદ્ધ ચાલે છે. જ્યાં ઈન્ટરનેટ કેબલ તોડવો પણ એક સૈન્ય હુમલા જેટલું ખતરનાક બની શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)