Lok Sabha Election Apps: ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. આ વખતે ચૂંટણી પંચે વોટર્સ અને કેંડિડેટ્સથી માંડીને ચૂંટણી આચાર સંહિતામાં જનભાગીદારી સુનિશ્વિત કરવા માટે ઘણી એપ્સ લોન્ચ કરી છે. જો તમારેમતદાન કેન્દ્ર અથવા ઉમેદવાર વિશે જાણકારી જોઇએ છે તો એપ વડે સરળતાથી ખબર પડી જશે. વોટર સરળતાથી ઘરેબેઠા જોઇ શકે છે કે વોટર લિસ્ટમાં તેમનું નામ છે કે નથી. આ એપ્સ તમારું બધુ કામ સરળ કરી દેશે. હવે તમારે મંજૂરી મેળવવા માટે કાર્યાલય જવું નહી પડે.
તમારા ત્યાં કયા ઉમેદવાર છે? તેની જાણકારી માટે આ એપ મદદગાર સાબિત થશે. ચૂંટણી પંચ તરફથી આ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ વડે ખબર પડશે કે કઇ પાર્ટીમાંથી કયો ઉમેદવાર છે. તેની સંપત્તિ કેટલી છે અને તેના ઉપર કોઇ ક્રિમિનલ કેસ છે કે નથી. આ તમામ જોઇ શકશો.
વોટરની મદદ કરવા માટે ચૂંટણી પંચે આ એપ તૈયાર કરી છે. અહીં તમને વોટર લિસ્ટથી માંડીને પોલિંગ સ્ટેશન સુધીની જાણકારી મળી જાય છે. જો તમારું વોટર લિસ્ટમાં નામ નથી તો ફોર્મ 6 દ્વારા નામ ઉમેરવા માટે એપ્લાય કરી શકો છો.
કાઉન્ટિંગ દરમિયાન કોણ આગળ ચાલી રહ્યું છે અને કોણ પાછળ. તેની જાણકારી આપવા માટે ચૂંટની પંચે એપ બનાવી છે. આ એપ વડે ઘરેબેઠા પરિણામોની જાણકારી મળી જશે.
કોઇપણ પોલિટિકલ પાર્ટી અને કેંડિડેટ્સને કોઇ કાર્યક્રમની મંજૂરી લેવા માટે ચૂંટણી અધિકારીઓ પાસે જવાની જરૂર નથી. આ એપ વડે અરજી કરે છે.
જો તમે જોઇ રહ્યા છો કે આચાર સંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તમે આ એપ પર સીધી જ કમિશનને ફરિયાદ કરી શકો છો. અહીં ફોટા કે વીડિયો અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં તમારે તમારું લોકેશન મોકલવાની જરૂર નહીં પડે.