Anti Ageing tips: ઉંમર વધે તેમ વ્યક્તિનો દેખાવ પણ બદલે છે. વધતી ઉંમરે જો લાઈફસ્ટાઈલમાં થોડા સામાન્ય ફેરફાર કરી લેવામાં આવે તો વધતી ઉંમરની અસરને અટકાવી શકાય છે. એટલે કે તમે વધતી ઉંમરે પણ યુવાન દેખાઈ શકો છો. આજે તમને 5 સરળ ફેરફાર વિશે જણાવીએ જેને અપનાવી લેવાથી તમે જુવાન દેખાઈ શકો છો.
જુવાન દેખાવા માટે આહાર સૌથી જરૂરી છે. ડાયટમાં તાજા ફળ, શાક, દાળ, ડ્રાયફ્રુટ સામેલ કરવા જોઈએ. તેનાથી શરીર અને સ્કીનને જરૂરી પોષકતત્વો મળે છે.
વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે સ્કિન પણ ચમકદાર બને છે. વ્યાયામ કરવાથી રક્ત સંચાર પણ સુધરે છે. તેનાથી શરીરને જરૂરી ઓક્સીજન મળે છે.
નિયમિત સારી ઊંઘ કરવી જરૂરી છે. ઊંઘ દરમિયાન ત્વચા પોતાને રીપેર કરે છે. તેથી રોજ 8 કલાકની ઊંઘ થાય તેવા પ્રયત્ન કરો.
નાળિયેર તેલ, બદામ તેલ અને ઓલિવ ઓઈલ ત્વચાને પોષણ આપે છે. સૂતા પહેલા ચહેરા પર તેને લગાવી માલિશ કરવાની આદત પાડો.
ત્વચાને યુવાન રાખવા માટે તેની માવજત કરવી જરૂરી છે. તેના માટે મુલ્તાની માટી, દહીં, મધ, હળદર જેવી વસ્તુઓથી સ્કિન કેર કરો. તેનાથી ત્વચા ચમકદાર બનશે.