PHOTOS

ભગવાન શિવની પ્રિય રાશિઓ, શ્રાવણમાં આ જાતકો પર થશે પૈસાનો વરસાદ, દરેક ઈચ્છા થશે પૂરી

Shiva Ji Ki Priya Rashiyan: ભગવાન શિવનો પ્રિય શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. સાથે 3 રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થઈ રહી છે. કારણ કે શ્રાવણ મહિનામાં આ જાતકોને અપાર લાભ થવાનો છે.
 

Advertisement
1/5

Sawan 2025 Rashifal: ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો સર્વશ્રેષ્ઠ હોય છે. ભગવાન વિષ્ણુના યોગનિંદ્રામાં ગયા બાદ ભગવાન શિવ જ સૃષ્ટિનું સંચાલન સંભાળે છે.

2/5
શ્રાવણમાં આ જાતકો પર શિવજીની કૃપા થશે
શ્રાવણમાં આ જાતકો પર શિવજીની કૃપા થશે

આ વર્ષે 23 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, જે 22 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન ચાર સોમવાર આવશે. જ્યોતિષમાં ભગવાન શિવજીની પ્રિય રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં આ રાશિઓ પર શિવજીની કૃપા રહેવાની છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

Banner Image
3/5
મેષ
મેષ

 શ્રાવણમાં ભગવાન શિવ મેષ રાશિના જાતકો પર મહેરબાન રહેવાના છે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. દર સોમવારે શિવલિંગ પર જલાભિષેક કરો અને મંત્રનો જાપ કરવાથી અટવાયેલા કામ પૂરા થશે.

4/5
કર્ક રાશિ
કર્ક રાશિ

કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે અને ભગવાન શિવ આ રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવે છે. આ જાતકોને શ્રાવણ મહિનામાં ધનલાભ થઈ શકે છે. આવકમાં વધારો થશે. દર સોમવારે શિવલિંગ પર બિલિપત્ર અર્પિત કરવાથી વિશેષ લાભ થશે.

5/5
મકર
મકર

મકર રાશિના સ્વામી શનિ છે અને તે શિવજીના ભક્ત છે. શિવજી મકર રાશિના જાતકો પર મહેરબાન રહે છે. શ્રાવણમાં આ લોકોના જીવનમાં સકારાત્મકતા વધશે. નોકરી-વેપારમાં પ્રગતિની તક મળશે. શ્રાવણ મહિનામાં સોમવારે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવાથી લાભ થશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

 





Read More