PHOTOS

Kiss કરી કોરોના ફેલાવી રહી છે 22 વર્ષની આ મોડલ, લોકોને કરી રહી છે સંક્રમિત

લંડનમાં રહેતી 22 વર્ષની મોડલ લોટી મોસ (Lottie Moss)એ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન પોતાના દોસ્તને કિસ કરતા કહ્યું હતું કે, તે કોવિડ સુપર સ્પ્રેડર  (COVID super-spreader) છે. 
 

Advertisement
1/7
22 વર્ષની મોડલ ફેલાવે છે કોરોના
22 વર્ષની મોડલ ફેલાવે છે કોરોના

22 વર્ષની મોડલ લોટી મોસે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન પોતાના મિત્રને કિસ કરી હતી. ત્યારબાદ ફેન્સે કોમેન્ટ કરી સોશિયલ ડિસ્ટેન્સિંગ ફોલો ન કરવાને લઈ સવાલ ઉઠાવ્યા તો લોટીની દોસ્તે કહ્યું કે, અમે કોરોના સુપર સ્પ્રેડર છીએ. તો લોટીએ કહ્યું હતું કે અમે કોવિડ ફેલાવી રહ્યાં છીએ. 

 

 

2/7
યુવતીઓએ તોડી દીધો લૉકડાઉનનો નિયમ
યુવતીઓએ તોડી દીધો લૉકડાઉનનો નિયમ

લૉકડાઉન વચ્ચે મોડલ લોટી મોસ અને તેની ત્રણ મિત્રો ડિનર માટે મળી હતી. વીડિયોમાં તેણે ન તો સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કર્યું ન તો માસ્ક પહેર્યું હતું. 

 

 

Banner Image
3/7
લોટી મોસે માગી માફી
લોટી મોસે માગી માફી

વિવાદ વધ્યા બાદ લોટી મોસે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો હટાવી લીધો છે અને પોતાની હરકત માટે માફી માગતા સ્પષ્ટતા કરી છે. 

 

 

4/7
પોતાની હરકતને ગણાવી મજાક
પોતાની હરકતને ગણાવી મજાક

લોટી મોસે ખુદને સુપર સ્પ્રેડર કહેવા પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે, લાઇવ દરમિયાન અમે માત્ર મજાક કરી હતી. તેણે કહ્યું કે, મેં ક્યારેય વાયરસ ફેલાવવાનું કામ કર્યું નથી. 

 

 

 

5/7
નિયમોનું કર્યું હતું પાલન
નિયમોનું કર્યું હતું પાલન

લોટીએ કહ્યું કે, હું ચાર મિત્રો સાથે ડિનર માટે ગઈ હતી, જેમાં ત્રણ એક ઘરમાં સરકારના દિશાનિર્દેશો પ્રમાણે રહે છે અને હું એકલી રહુ છું.

 

 

6/7
મુશ્કેલી માટે માગી માફી
મુશ્કેલી માટે માગી માફી

લોટી મોસે કહ્યું કે, હું સમજુ છું કે મેં ઘણા લોકોને પરેશાન અને નારાજ કરી દીધા છે. હું આ પ્રકારની અસંવેદનશીલ મજાક માટે માફી માગુ છું. 

 

 

7/7
શું છે સરકારની ગાઇડલાઇન
શું છે સરકારની ગાઇડલાઇન

બ્રિટનમાં કોરોનાના વધતા કેસને કારણે ટિયર ટૂ લૉકડાઉન લાગૂ છે, જે હેઠળ મિત્રો કે પરિવારના સભ્યો ઈન્ડોર (ખાનગી ઘર અને રેસ્ટોરન્ટ)માં સામાજિક રૂપે મળી શકે છે. 

 

 





Read More