રત્ન શાસ્ત્રમાં અનેક એવા રત્નોનો ઉલ્લેખ કરાયો છે જે વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. રત્ન શાસ્ત્ર મુજબ ગ્રહોની દશાનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. રત્ન જ્યોતિષ મુજબ કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તેના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે વ્યક્તિને રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આવામાં પૈસાની સ્થિતિ મજબૂત કરવા માટે કેટલાક શક્તિશાળી રત્નોનો ઉલ્લેખ કરાયો છે.
રત્ન શાસ્ત્ર મુજબ દરેક રત્નનો એક સ્વામી ગ્રહ હોય છે. આવામાં પોખરાજ એ ગુરુનું રત્ન મનાય છે. આ રત્ન જોવામાં પીળો અને ચમકીલા રંગનો હોય છે. એવું મનાય છે કે પોખરાજ ધારણ કરવાથી વ્યક્તિની ધન દોલતમાં વધારો થાય છે. રત્ન જ્યોતિષ મુજબ પોખરાજ ગુરુ ગ્રહને શુભતા પ્રદાન કરે છે. તે વ્યક્તિના સૂતેલા ભાગ્યને જગાડવામાં મદદ કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રત્નો એક અલગ પ્રભાવ છે. કોરલ રત્ન મંગળ ગ્રહને મજબૂત કરવા માટે પહેરવામાં આવે છે. રત્ન શાસ્ત્ર મુજબ આ ગ્રહને ધારણ કરવાથી સેના, પ્રશાસન, રાજકારણ, અને મેડિકલના ક્ષેત્રમાં જાતકોને અપાર સફળતા મળે છે. એટલું જ નહીં મંગળ ગ્રહ સંબંધિત દોષ પણ દૂર થાય છે. અત્રે જણાવવાનું કે આ રત્ન ધારણ કરતા પહેલા જ્યોતિષની સલાહ જરૂર લેવી.
રત્ન શાસ્ત્ર મુજબ માણેક રત્ન સૂર્ય ગ્રહનો હોવાનું કહેવાય છે. સૂર્યની મજબૂતી માટે માણેકને ધારણ કરવાનું જ્યોતિષશાસ્ત્રમાં કહેવાય છે. આ રત્ન મુખ્ય રીતે સૂર્યનો પ્રભાવ વધારવા માટે હોય છે. માણેકને ધારણ કરવાથી વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે. એટલું જ નહીં તેનાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગ્રહના શુભ પરિણામો માટે જેડ સ્ટોન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. બિઝનેસ-વેપારમાં જો પ્રગતિ મેળવવા માંગતા હોવ તો બુધને મજબૂત કરો અને તેને મજબૂત કરવા માટે જેડ સ્ટોન ધારણ કરો. એવી માન્યતા છે કે જેડ સ્ટોનને વિધિપૂર્વક ધારણ કરવાથી ભાગ્યમાં વધારો થાય છે. એટલું જ નહીં તેને પહેરવાથી વ્યક્તિના જીવનમાં ધનની કમી આવતી નથી.
રત્ન જ્યોતિષ શાસ્ત્ર મુજબ ટાઈગર સ્ટોનને ધારણ કરવાથી વ્યક્તના જીવનમાં સૂર્ય અને ચંદ્રને મજબૂતાઈ મળે છે. રત્નશાસ્ત્ર મુજબ આ રત્નને પહેરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થાય છે. વ્યક્તિને બિઝનેસમાં આર્થિક રીતે મજબૂતાઈ મળે છે. રત્ન શાસ્ત્ર મુજબ કુંડળીમાં સૂર્ય-ચંદ્રમા નબળા હોય તો ટાઈગર સ્ટોન પહેરવાની સલાહ અપાય છે.