Lung Cancer Symptoms: ફેફસાના કેન્સરના શરુઆતી લક્ષણો એવા હોય છે કે લોકો તેને રોજીંદા જીવનની સમસ્યા ગણી અવગણી નાખે છે. આજે તમને ફેફસાના કેન્સરના શરુઆતી 5 લક્ષણો વિશે જણાવીએ જેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી.
આરામ કર્યા પછી પણ શરીરને થાક દુર થતો ન હોય તો તે સારો સંકેત નથી. ફેફસાના કેન્સરની શરુઆતમાં આવું થઈ શકે છે.
સામાન્ય રીતે બેસવાની ખરાબ મુદ્રાના કારણે ખભામાં દુખાવો થાય છે. પરંતુ ફેફસાના કેન્સરના કેટલાક કેસમાં ખભાથી દુખાવો શરુ થાય છે અને હાથ સુધી ફેલાઈ શકે છે.
ઘણા લોકોની આંગળી જન્મથી જ ગોળ અને પહોળી હોય છે. પરંતુ પહેલા સામાન્ય હોય અને પછી આંગળી આગળથી ફુલેલી દેખાય અને નખ વાંકા થઈ જવા લાગે તો તે લોહીમાં ખરાબ ઓક્સીજનેશન સંબંધિત હોય શકે છે. આ ફેફસાના કેન્સરની શરુઆતનું લક્ષણ હોય શકે છે.
આંખોમાં થાક, માઈગ્રેન અથવા તંત્રિકા તંત્રમાં સમસ્યાના કારણે આંખની પાંપણ ઝુકી શકે છે. ઘણીવાર આંખની કીકી નાની થઈ શકે છે. આ સંકેત ત્યારે જોવા મળે છે જ્યારે ટ્યૂમર ફેફસાના ઉપરી ભાગને પ્રભાવિત કરવા લાગે છે.
અવાજના ટોનમાં વારંવાર ફેરફાર થવો લંગ કેન્સરનું શરુઆતી સંકેત હોય શકે છે. ફેફસામાં વધતું ટ્યુમર ગળામાં સ્વર ઉત્પન્ન કરતી નર્વ પર પ્રેશર પાડે છે ત્યારે અવાજમાં ફેરફાર થવા લાગે છે.