તમને એવી 5 કાર વિશે જણાવીશું કે જેનું નિર્માણ તો ભારતમાં થાય છે પરંતુ વેચાણ વિદેશમાં થાય છે. એટલે કે બને છે ભારતમાં પરંતુ અહીં વેચાતી નથી તેને બીજા દેશોમાં મોકલી દેવાય છે.
યાદીમાં જે પહેલું નામ આવે છે તે છે મિડલ ક્લાસ ફેમિલી બજેટવાળી Toyota Rumion. આ સાત સીટર કાર અનેક લોકોને ખુબ ગમે છે જે મારુતિ સુઝૂકીની અર્ટિગાનું રીબેઝ્ડ વર્ઝન છે. તેને Toyota Rumion નામથી વિદેશના અલગ અલગ બજારમાં વેચવામાં આવે છે.
મહિન્દ્રાની Scorpio Getaway કારમાં 2.2 લીટર ડીઝલ એન્જિન જોવા મળતું હતું. આ ગાડી અનેક એશિયાઈ દેશોમાં પીક અપ ટ્રક તરીકે વેચાય છે. અગાઉ કારનું વેચાણ ભારતમાં પણ થતું હતું પરંતુ ત્યારબાદ તેને બીજા દેશો પૂરતું મર્યાદિત કરાયું.
Nissan Sunny કાર ખુબ આરામદાયક ગણાય છે. કારને ભારતમાં બનાવવામાં આવે છે અને મોટાભાગે મધ્ય પૂર્વના દેશોમાં વેચાણ કરાય છે. આ દેશોમાં આ કારનો ઉપયોગ મોટાભાગે કેબ તરીકે થતો હોય છે. ભારતમાં પહેલા વેચાતી હતી પરંતુ 2 વર્ષ પહેલા તેનું વેચાણ બંધ થઈ ગયું.
1.5 લીટર પેટ્રોલ એન્જિંન ધરાવતી આ Suzuki Jimny કાર 4×4 સિસ્ટમ પર ચાલે છે એટલે કે તેના ચારેય પૈડા ઘૂમી શકે છે જેના કારણે તે ગમે તેવા પ્રકારની જમીન હોય ત્યાં આરામથી દોડી શકે છે. જાપાની કંપની સુઝૂકી દ્વારા આ કાર ભારતમાં બનાવીને વિદેશોમાં વેચવામાં આવે છે.
આ કારનું પણ નિર્માણ ભારતમાં થાય છે અને વિદેશમાં વેચાય છે. ટોયેટા કંપનીની આ કાર એક કમ્ફર્ટેબલ કાર છે. કારને મારુતિ સુઝૂકીના Ciaz નું રીબેઝ્ડ વર્ઝન ગણાય છે. ગાડીનું ડ્રાઈવિંગ અને ઈન્ટિરિયર સિસ્ટમ શાનદાર ગણાય છે. જેને કારણે તે વિદેશમાં ખુબ લોકપ્રિય છે.