PHOTOS

Mahashivratri 2025: મહાશિવરાત્રી પર થશે મહાભાગ્યોદય, આ રાશિવાળાને તો જબ્બર જેકપોટ લાગશે, અકલ્પનીય ધનલાભ થશે!

મહાશિવરાત્રી પર આજે 5 રાશિવાળા પર મહાદેવની વિશેષ કૃપા વરસવાની છે. 26 ફેબ્રુઆરી બુધવારે ગ્રહો અનેક શુભ યોગ બનાવી રહ્યા છે. જે લોકોનું ભાગ્ય ચમકી જશે. 

Advertisement
1/6
મહાશિવરાત્રી પર દુર્લભ યોગ
મહાશિવરાત્રી પર દુર્લભ યોગ

આજે બુધવારે  બુધ સૂર્ય સાથે કુંબ રાશિમાં રહીને બુધાદિત્ય રાજયોગ બનાવવા જઈ રહ્યા છે. જ્યારે ચંદ્રમા મકર રાશિમાં છે જેનાથી સુનફા યોગ બની રહ્યો છે. આ સાથે જ શ્રવણ નક્ષત્ર અને શિવ યોગનો સંયોગ પણ બની રહ્યો છે. જાણો કોનું ભાગ્ય મહાશિવરાત્રીથી ચમકવાનું છે. 

2/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય આજે એવું ચમકશે કે તેમણે કલ્પના પણ નહીં કરી હોય. મહેનત કરતા વધુ ફળ મળશે. કોઈ મોટું કામ સફળ થશે. મન ભક્તિથી તરબોળ થશે. તમને ધન, સન્માન અને સારું સ્વાસ્થ્ય મળશે. 

Banner Image
3/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સફળતાની રાહમાં આવી રહેલા કાંટા દૂર થશે. આજે તમને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. જેનાથી અટકેલા કામો જલદી પતશે. કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ મળશે. ખર્ચો થશે પરંતુ આવક પણ સારી રહેશે. કોઈ પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. 

4/6
તુલા રાશિ
તુલા રાશિ

આજનો આખો દિવસ પ્રેમ અને આનંદમાં વિતશે. જ્યાં જશો ત્યાં સન્માન મેળવશો. કોઈ મોટી ઈચ્છા પૂરી થશે. પરિણીત લોકોને ભગવાન શિવજી અને માતા પાર્વતીની કૃપાથી સુખ મળશે. ધાર્મિક સ્થળો પર જઈ શકો છો. કોઈની મદદ કરવાની તક મળે તો જરૂર કરો. 

5/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા પર ભોલેનાથ મહેરબાન રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં પ્રગતિ થશે. તમારા પ્રયત્નો સફળ થશે. રોકાણ માટે સારો દિવસ છે. કોઈ આયોજનમાં સામેલ થઈ શકો છો. 

6/6
કુંભ રાશિ
કુંભ રાશિ

કુંભ રાશિવાળા પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. મહાશિવરાત્રી તો આ જાતકો માટે વિશેષ શુભ છે.  કોઈ કામ માટે મુસાફરી કરી શકો છો. પરિવારમાં ખુશીઓ આવશે. તમારા જીવનમાં સુખ સુવિધા વધશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More