Who is Jyotiraditya Scindia Son Mahanaryaman Scindia: દૂન સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ આર્યમને નક્કી કરી લીધુ હતું કે તે પોતાના દમ પર પોતાનું નામ કમાશે. મિત્રો સાથે મળીને વર્ષ 2021માં તેમણે Myમંડી નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
Jyotiraditya Scindia Son: નામની આગળ જો યુવરાજ લાગ્યું હોય અને સરનેમ સિંધિયા હોય તો તમે તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ, તેમની હેસિયત, રૂતબાનો અંદાજો લગાવી શકો છો. ગ્વાલિયરના શાહી પરિવારની વિરાસત જેમના ખભે છે, રહેવા માટે 4000 કરોડ રૂપિયાનો જય વિલાસ પેલેસ છે, તિજોરીમાં અબજોની સંપત્તિ છે...આ તમામ વાતોથી એ આકલન કરવું મુશ્કેલ નથી કે આ યુવરાજના ઠાઠમાઠમાં કોઈ કમી નહીં હોય. પરંતુ ગ્વાલિયરના શાહી પરિવારના યુવરાજે પૈતૃક સંપત્તિ અને શોહરતને નહીં પરંતુ પોતાના કામની પસંદગી કરી. પોતાના દમ પર પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કરોડો અબજોની સંપત્તિ છતાં યુવરાજ મહાઆર્યમન સિંધિયા શાકભાજી વેચવાની કંપની ચલાવે છે.
સામાન્ય રીતે યુવરાજ શાહી ખાનદારથી રોફથી ભરેલા રહે છે. અથાગ સંપત્તિના દમ પર તેમને કામકાજની કોઈ ઝાઝી ફિકર હોતી નથી. પરંતુ સિંધિયા પરિવારના યુવરાજ અલગ વિચાર ધરાવે છે. તેમના પિતા જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજનીતિ, રાજ પરિવારની વિરાસતથી અલગ ફળ અને શાકભાજી વેચવાનું કામ શરૂ કર્યું. લોકોના ટોણા પણ સાંભળ્યા કે યુવરાજ મહેલમાંથી શાકભાજી વેચે છે, પરંતુ આર્યમને તો નક્કી કર્યું હતું કે કઈક પોતાના દમ પર કરવું છે.
દૂન શાળામાં અભ્યાસ દરમિયાન જ આર્યમને નક્કી કર્યું હતું કે તેઓ પોતાના દમ પર નામ રળશે. મિત્રો સાથે મળીને 2022માં માયમંડી નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. મહાઆર્યમને Myમંડીના ફાઉન્ડર છે. તેઓ પોતાના આ બિઝનેસ આઈડિયાને આગળ ધપાવવામાં લાગ્યા છે. શરૂઆતમાં તેઓ સવાર સવારમાં પોતે મંડી જઈને તાજા શાકભાજી અને ફળ ખરીદીને પોતાની એપ દ્વારા લોકો સુધી પહોંચાડતા હતા.
પ્રાથમિક અભ્યાસ દૂન શાળામાંથી પૂરો કર્યા બાદ તેમણે ગેલ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ. તેમની પાસે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ અને સોફ્ટ બેંક જેવા પ્રતિષ્ઠિ સંસ્થાનોમાં કામ કરીને તેઓ હવે પોતાનો કારોબાર ઊભો કરી રહ્યા છે.
મહાઆર્યમનની Myमंडी ઓનલાઈન એગ્રીગેટર છે. જે ફળ અને શાકભાજી સપ્લાય કરે છે. આ સ્ટાર્ટઅપ જથ્થાબંધ શાકભાજી ખરીદીને લોકો સુધી પહોંચાડે છે. કંપની તાજા શાકભાજી અને ફળો માટે પુશ કાર્ટર કમ્યુનિટીને ઉપલબ્ધ કરાવે છે. તેમના આ સ્ટાર્ટઅપ સાથે ખેડૂતો જોડાયેલા છે. પોતાના મિત્ર સૂર્યાંશ રાણા સાથે મળીને કૃષિ સ્ટાર્ટઅપ કંપની Myमंडी ની શરૂઆત કરી. અત્યાર સુધીમાં 5 શહેરોમાં ઉપલબ્ધ આ સેવા પોતાનો દાયરો વધારી રહી છે.
આર્યમને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને પોતાના આ બિઝનેસ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેઓ પોતાનો સામાન ખરીદવા માટે મંડી પહોંચી જાય છે. યુવરાજ ઓળખ છૂપાવવા માટે તેઓ ચહેરો ઢાંકી લે છે. માયમંડીએ અત્યાર સુધીમાં 3 ફંડિંગ રાઉન્ડ કર્યા છે. સપ્ટેમ્બર 2023માં કંપનીએ 12 મિલિયન ડોલરની વેલ્યુએશન પર ફંડ રેઝ કર્યું હતું. મહાઆર્યમનનું કહેવું છે કે તેઓ આઠ કરોડ રૂપિયા રોકાણ ભેગુ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ માટે કંપનીની વેલ્યૂએશન લગભગ 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. રતન ટાટાએ પણ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું હતું.
મહાઆર્યમન સિંધિયા પોતાના પિતા માટે 13 વર્ષની ઉંમરથી જ ચૂંટણી પ્રચાર અને જનસભાઓમાં ભાગ લેતા રહ્યા છે. લોકો સાથે હળવું મળવું, તેમના માટે કામ કરવું તેમને ગમે છે. મહાઆર્યમન સિંધિયા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ લોકપ્રિય છે. તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોની હોડ લાગે છે.
ગ્વાલિયરના યુવરાજ મહાઆર્યમન સિંધિયા પરિવાર સાથે જયવિલાસ પેલેસમાં રહે છે. વર્ષ 1874માં બનાવવામાં આવેલો જય વિલાસ પેલેસ બનાવવામાં તે સમયે 1.1 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. ફાઈનાન્શિયલ એક્સપ્રેસ મુજબ આજના સમયમાં આ મહેલની કિંમત લગભગ 4000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
સિંધિયાનો મહેલ જયવિલાસ પેલેસના દરબાલ હોલની અંદરના ભાગને સોના અને ગિલ્ટથી સજાવટ કરાઈ છે. મહેલની અંદર 560 કિલો સોનાનો ઉપયોગ કરીને તેની સજાવટ કરાઈ છે. સોનાથી સજેલા આ મહેલને બનાવવામાં 12 વર્ષ લાગી ગયા અને 146 વર્ષ પહેલા તેને બનાવવામાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો.
મહેલનો દરબાર હોલની છત પર દુનિયાનો સૌથી ભારે ભરખમ ઝૂમર લગાવવામાં આવ્યો છે. આ ઝૂમરનું વજન સાડા ત્રણ હજાર કિલોનું છે. આ ઝૂમરને લટકાવતા પહેલા કારીગરોએ છતની મજબૂતી ચકાસવા માટે છત પર દસ હાથીઓ ચડાવ્યા હતા. દસ દિવસ સુધી છત પર હાથીઓ ફરતા રહ્યા. ત્યારબાદ આ ઝૂમરને છત સાથે ટાંગવામાં આવ્યું. આ ઝૂમર જોવા માટે પણ લોકો આવે છે. તે દુનિયાનું સૌથી વધુ વજનવાળું ઝૂમર છે.
જયવિલાસ પેલેસનો શાહી ડાઈનિંગ હોલ રાજા મહારાજના આલીશાન જીવનશૈલીને દર્શાવે છે. મહેલમાં ભોજન પીરસવા માટે ચાંદીની સુંદર ટ્રેન છે. ડાઈનિંગ ટેબલ પર પાટા છે. મહેલમાં ભોજન માટે સોના અને ચાંદીના વાસણો છે. સ્ટાફ માટે અલગ રૂમ, ગાર્ડન, પોલો ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, જીમ જેવી તમામ લક્ઝરી સુવિધાઓથી લઈને રાજસી વારસો હાજર છે.
યુવરાજને લોકો ખુબ પસંદ કરે છે. રાજસી પરિવારમાંથી હોવા છતાં તેમણે પોતાના દમ પર કામ શરૂ કર્યું. તેમણે પોતાની કાબેલિયત સાબિત કરવાની કોશિશ કરી.
તેઓ અવારનવાર લોકો વચ્ચે પહોંચી જાય છે. પોતાના કામ વિશે પૂછે છે. ક્યારેક ગ્રાહકોના તો ક્યારેક જથ્થાબંધ વેપારીઓના ફીડબેક લે છે.