PHOTOS

500 વર્ષ બાદ એક સાથે 5 રાજયોગ બનશે, 3 રાશિવાળા કરોડપતિ બને તેવા યોગ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે

વૈદિક જ્યોતિષ મુજબ 500 વર્ષ બાદ 5 રાજયોગ બની રહ્યા છે. જેનાથી 3 રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

Advertisement
1/5

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો ચોક્કસ સમયે ગોચર કરીને શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર તમામ રાશિના જાતકો પર પડે છે. 24 જૂનના રોજ 5 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગોનું નામ ગજકેસરી, માલવ્ય, ભદ્ર, મહાલક્ષ્મી અને બુધાદિત્ય રાજયોગ છે. આવામાં આ રાજયોગોના બનવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...  

2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

પાંચ રાજયોગ બનવાથી વૃષભ રાશિના જાતકોને બંપર ફાયદો થઈ શકે છે. આ સમયગાળામાં તમે જો વ્યવસાયિક મોરચે થોડી સમજદારીથી કામ કરશો તો સારો નફો રળશો. કરિયરમાં તમારા માટે નવી નોકરીના સારા પ્રસ્તાવ આવી શકે છે. આ સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તમે દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. નોકરીયાતો માટે પદોન્નતિ થઈ શકે છે. જો તમે વેપાર કરતા હોવ તો નવા કરાર અને નફાની તકો મળશે. તમારી લોકપ્રિયતા વધશે અને લોકો તમારા કામના વખાણ કરશે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળશે. ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો. 

Banner Image
3/5
કુંભ રાશિ
કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે પાંચ રાજયોગનું બનવું અનુકૂળ સાબિત થઈ શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. વેપારમાં સારો નફો કમાશો અને સારી બચત પણ કરી શકશો. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. માન સન્માનની પ્રાપ્તિ થશે. જો તમે ઘણા સમયથી નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં મને સારી તકો મળવાની આશા છે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. તમારું સન્માન થશે. જો તમે અભ્યાસ કે લેખન સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે.   

4/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે 5 રાજયોગનું બનવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન કે નવા પ્રોજેક્ટ મળી શકે છે. જો તમે વેપાર કરતા હોવ તો નવા એગ્રીમેન્ટ્સ અને નફાની તકો મળી શકે છે. તમારી લોકપ્રિયતા વધશે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે છે. ધનના આગમનના નવા રસ્તા ખુલી શકે છે. નાનો મોટો પ્રવાસ થઈ શકે છે. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More