મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે 16 ટકા અનામતનો પ્રસ્તાવ રજુ કર્યો. નોંધનીય છે કે આ રિપોર્ટમાં આયોગની મુખ્ય ભલામણો અને તેના પર સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ 1 ડિસેમ્બરના રોજ મરાઠા અનામતને લાગુ કરવાના સંકેત આપ્યા હતાં. આવામાં શિવસેના અને ભાજપે વ્હિપ જારી કરીને સભ્યોને સદનમાં હાજર રહેવા જણાવ્યું હતું.
આ મુદ્દે મહેસૂલ મંત્રી ચંદ્રકાન્ત પાટિલની અધ્યક્ષતાવાળી રાજ્ય મંત્રીમંડળની ઉપસમિતિની બેઠક બુધવારે સાંજે થઈ.
આ બિલ મુજબ રાજ્યમાં 31 ટકા વસ્તી ધરાવતા મરાઠાઓને નોકરી-શિક્ષણ ક્ષેત્રે અનામત મળશે.
મરાઠાઓને સમાજને 16 ટકા અનામત મળશે. નોંધનીય છે કે મરાઠા કોટા પર રાજ્ય પછાત વર્ગ આયોગ (એસબીસીસી)ના રિપોર્ટને સદનમાં રજુ કરવાની માંગણીને લઈને મંગળવારે ખુબ હોબાળો થયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષી દળો પર મરાઠા કોટા પર ઝડપથી કાર્યવાહીમાં વિધ્નો નાખવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વસંમતિથી બિલ મંજૂર થયું.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રજુ કરેલા બિલને મંજૂર કરાયું. મહારાષ્ટ્રમાં હાલ અનામતની સ્થિતિ....અનુસૂચિત જનજાતિ- 7 ટકા, અનુસૂચિત જાતિ- 13 ટકા, ઓબીસી- 19 ટકા