Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેનામાં ફૂટ પડવાના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે શિવસેના સંપર્ક થઇ રહ્યો નથી. આ ઉપરાંત શિવસેનાના અન્ય 21 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. તેને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.