PHOTOS

પાણી માટે તરસી રહ્યું છે આ ગામ, સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી લગ્ન નહી કરે મહિલા સરપંચ

નંદુરબારના વીરપુર ગામમાં પાણીની સમસ્યા એટલી વધારે છે કે, ત્યાંના લોકોને 10-10 કિલોમીટર સુધી જંગલમાં પાણીની શોધ માટે ભટકવું પડી રહ્યું છે.

Advertisement
1/7
ગામની સરપંચ છે અલકા
ગામની સરપંચ છે અલકા

સરપંચ હોવાના કારણે અલકા ગ્રામજનોની સાથે જળ સંરક્ષણના કામો કરી રહી છે. તેને જોવા માટે છોકરા આવે તો અલકાએ તેમને એવું કહી પરત મોકલી દે છે કે, જ્યાં સુધી ગામમાં પાણી લાવવાની તેની જવાબદારી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે લગ્ન કરવા વિશે વિચારી શકતી નથી.

2/7
નાની ઉંમરમાં બની સરપંચ
નાની ઉંમરમાં બની સરપંચ

23 વર્ષની અલાક વર્તમાન સમયમાં સવારથી જ જળ સંરક્ષણના કામમાં લાગી જાય છે. અલકાનું નામ મહારાષ્ટ્રના તે લોકોમાં સામેલ થયું છે, જે નાની ઉંમરમાં સરપંચ બન્યા છે. નંદૂરબારનો આ વિસ્તાર સૌથી વધારે દુકાળ પ્રભાવીત છે. સરપંચ હોવાના કારણે ગામમાં પાણી લાવવાની જવાબદારી અલકાએ ઉઠાવી છે.

Banner Image
3/7
પોતે જળ સંરક્ષણના કામમાં લાગી
પોતે જળ સંરક્ષણના કામમાં લાગી

પાણી ફાઉન્ડેશનની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ જ્યારે ગામમાં પરત ફરી તો તેણે જળ સંરક્ષણના કામને હાથમાં લીધું. આ કામ 45 દિવસનું છે. આટલા દિવસથી તે ગામમાં વૃદ્ધ અને બાળકો સાથે મળીને પોતે જળ સંરક્ષણ કામમાં લાગી ગઇ છે.

4/7
છોકરાવાળાને પાડી ના
છોકરાવાળાને પાડી ના

અલકા પવારે જણાવ્યુ ંહતું કે, મારા ઘરે છોકરાવાળા મને જોવા આવ્યા હતા. ત્યારે હું કામ કરી રહી હતી. નાના બાળકોને મને બોલાવવા માટે મોકલ્યા હતા. મેં તેમને એવું કહીંને પરત મોકલી દીધા હતા કે, હમણા હું કામમાં છું નહીં આવી શકું. કેમ કે, 22-23 મે સુધી કામ ચાલશે. જો તમારે લગ્ન માચે મને જોવી હોય તો કામ પૂર્ણ થાય પછી ગામમાં આવજો.

5/7
પિતાએ પુત્રીના નિર્ણયનું કર્યું સન્માન
પિતાએ પુત્રીના નિર્ણયનું કર્યું સન્માન

અલકાના પિતા નિલસિંગ પવારે તેમની પુત્રીના આ નિર્ણયથી દુખી નથી. તેમણે તેમની પુત્રના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સરપંચ હોવાથી અલકાનો આ નિર્ણય ગ્રામજનો માટે પાણીની સમસ્યા દૂર કર્યા વગર લગ્ન નહીં કરે. હું તેના આ નિર્ણયનું સન્માન કરું છું.

6/7
ગ્રામજનો લાગ્યા જળ સંરક્ષણ કામમાં
ગ્રામજનો લાગ્યા જળ સંરક્ષણ કામમાં

અલકાને કામ કરતી જોઇ ગ્રામજનો પણ જળ સંરક્ષણ કામમાં લાગી ગયા છે. પોત પોતાના કામમાંથી થોડો સમય કાઝી તેઓ અલકા અને અન્ય ગ્રામજનો સાથે કામ કરે છે. રિક્ષા ડ્રાઇવર દાદા પવારે જણાવ્યું હતું કે, હું દરરોજ ત્રણ કલાક રિક્ષા બંધ કરી અહીં આવું છું અને શ્રમદાન કરું છું. અમારી સરપંચ અલકા પણ અમારી સાથે હોય છે.

7/7
જોવાય છે વરસાદની રાહ
જોવાય છે વરસાદની રાહ

સમગ્ર ગામમાં જળ સંરક્ષણ કામ ઝડપી થઇ રહ્યું છે. અહીં લોકો હવે વરસાદની રાહ જોઇ રહ્યાં છે. જેથી વરસાદ થયા તો ખોદેલા ખાડામાં પાણી ભરાય અને આગામી વર્ષે પાણીની સમસ્યાથી થોડી રાહત મળી રહે.





Read More