PHOTOS

Gandhi Jayanti 2023: મહિલાઓ વિશે આવા હતા મહાત્મા ગાંધીજીના વિચારો, અહીં વાંચો

ભારતમાં મહિલાઓને સમાન અધિકાર આપવાની વાત વર્ષોથી થઈ રહી છે. તાજેતરમાં જ રાજકારણમાં મહિલા અનામતને પણ મોહર લગાવવામાં આવી છે. પરંતુ આજ સુધી મામલો સ્ત્રી-પુરુષની સમાનતા સુધી પહોંચી શક્યો નથી. આજે દેશ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. ગાંધીએ જ દેશની મહિલાઓને આઝાદીની લડતમાં જોડી હતી. ગાંધી માત્ર શાંતિ અને અહિંસાની તરફેણમાં નહોતા પરંતુ મહિલાઓ પ્રત્યેનો તેમનો અભિગમ પણ તદ્દન અલગ હતો. ગાંધીજીએ કહ્યું હતું કે અહિંસા આપણા જીવનનો ધર્મ છે, તો ભવિષ્ય મહિલા જાતિના હાથમાં છે. જ્યાં સુધી મહિલાઓના અધિકારોનો સવાલ છે, હું ચલાવી લઇશ નહી. ગાંધીજી મહિલાઓને સશક્તિકરણના રૂપમાં જોતા ન હતા, પરંતુ તેઓ માનતા હતા કે મહિલાઓ પહેલેથી જ સશક્ત છે. આજે ગાંધી જયંતિ પર અમે તમને મહિલાઓ માટે તેમના પસંદ કરેલા વિચારો જણાવી રહ્યા છીએ-

Advertisement
1/8

''હું પુત્ર અને પુત્રીઓ સાથે એક સમાન વ્યવહાર કરવા માંગીશ''

2/8

''જો અહિંસા આપણા અસ્તિત્વનો નિયમ છે, તો ભવિષ્ય મહિલાની સાથે છે.''

Banner Image
3/8

''દહેજ પ્રથાને બંધ કરવી હોય તો છોકરા-છોકરીઓ અને માતા-પિતાઓને જાતિ બંધન તોડવા પડશે''

4/8

''જો હું સ્ત્રી રૂપમાં જન્મ્યો હોત તો હું પુરૂષો દ્વારા થોપવવામાં આવેલા દરેક અન્યાયનો જોરદાર વિરોધ કરત.''

5/8

''નારીને અબળા કહેવી માનહાનિ કરવા સમાન છે.''

6/8

''સ્ત્રીઓ પર એવો કોઇ કાયદાકીય પ્રતિબંધ લગાવવો ન જોઇએ જે પુરૂષો પર લગાવવામાં આવ્યો ન હોય.''

7/8

''જ્યાં સુધી સ્ત્રીઓના અધિકારોનો સવાલ છે, હું કોઇ બાંધછોડ કરીશ નહી.''

8/8

''અહિંસા આપણા જીવનનો ધર્મ છે તો ભવિષ્ય નારી જાતિના હાથમાં છે.'' 





Read More