Mahindra Huge Discounts Offer: એપ્રિલના આ મહિનામાં, મહિન્દ્રા તેની કેટલીક SUV પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. કાર નિર્માતા મોડલ અને વેરિઅન્ટના આધારે આ મહિને રૂ. 50,000 સુધીની ઑફર્સ લઈને આવી છે. કંપની દ્વારા Thar, XUV300, Bolero, Bolero Neo SUV અને Marazzo MPV જેવા મોડલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઑફર્સમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને ફ્રી એક્સેસરી પેકનો સમાવેશ થાય છે.
Mahindra Bolero Neo: તેના પર 48,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં રૂ. 36,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 12,000નું એક્સેસરી પેકેજ સામેલ છે. બોલેરો નિયોના પસંદગીના વેરિઅન્ટ્સ પર રૂ. 25,000 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકાય છે.
Mahindra Bolero: મહિન્દ્રા બોલેરોનું B4 વેરિઅન્ટ રૂ. 6,856ના રોકડ ડિસ્કાઉન્ટ સાથે અને રૂ. 15,000ના મૂલ્યની મફત એસેસરીઝ સાથે ઉપલબ્ધ છે. B6 વેરિઅન્ટ પર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાની ફ્રી એસેસરીઝ ઓફર કરવામાં આવી રહી છે. જ્યારે, ટોપ-એન્ડ B6(O) વેરિઅન્ટ પર રૂ. 37,400 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 15,000ની મફત એસેસરીઝ આપવામાં આવી રહી છે.
Mahindra XUV300: આ સબ-કોમ્પેક્ટ SUVનું ડીઝલ વેરિઅન્ટ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવી રહ્યું છે. તેના પર 40,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 12,000 રૂપિયાનું ફ્રી એક્સેસરી પેકેજ આપવામાં આવી રહ્યું છે. 52,000 રૂપિયા સુધીની કુલ ઑફર્સ છે.
Mahindra Marazzo: આ પર પણ એપ્રિલમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મહિન્દ્રા આ MPV પર રૂ. 30,020 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સાથે 10,000 રૂપિયાની ફ્રી એસેસરીઝ પણ આપવામાં આવી રહી છે.
કાર નિર્માતા દ્વારા XUV700, Scorpio-N, Scorpio Classic અને XUV400 જેવા મોડલ પર કોઈ ઑફર્સ આપવામાં આવી રહી નથી.