Extra Marital Affair: વર્ષો જૂના લગ્નમાં પણ જ્યારે પ્રેમ અને વિશ્વાસ જળવાતા નથી અને બે વ્યક્તિ વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય તો લગ્ન તુટી જતા હોય છે. ખાસ તો જ્યારે કોઈ સ્ત્રીના જીવનમાં પરપુરુષની એન્ટ્રી થાય તે ચોંકાવનારી વાત હોય છે. વર્ષો જૂના લગ્ન જીવનને પણ સંકટમાં મૂકીને મહિલા બીજા પુરુષ તરફ આકર્ષિત થાય તેની પાછળ પણ 5 મુખ્ય કારણ જવાબદાર હોય છે. જ્યારે લગ્નજીવનમાં આ ખામીઓ વધી જાય તો પછી મહિલા બીજા પુરુષ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે.
કોઈપણ મહિલા બીજા પુરુષ તરફ એ સ્થિતિમાં વધારે આકર્ષિત થાય છે જ્યારે તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ થયા હોય. મરજી વિરુદ્ધ લગ્ન થાય છે તો મહિલા પોતાના પહેલા પ્રેમને ભૂલી શકતી નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે તે પોતાના પ્રેમી તરફ આકર્ષિત થઈ જાય અને તેમની વચ્ચે સંબંધ પણ શરૂ થાય.
લગ્ન પછી શરૂઆતમાં તો સમય પ્રેમથી પસાર થાય છે પરંતુ ધીરે ધીરે મહિલાઓનું જીવન એકસરખું થઈ જાય છે. આ સ્થિતિમાં લગ્નજીવનથી કંટાળેલી મહિલાઓ બીજા વ્યક્તિને અટેન્શન દેવા લાગે છે અને તેને આકર્ષણનો અનુભવ થાય છે. આવી રીતે પણ ઘણી વખત અફેર શરૂ થઈ જતા હોય છે.
મહિલા પોતાના સંબંધને લઈને ખૂબ જ ભાવુક હોય છે. તે પોતાના પતિ પર ભાવનાત્મક રીતે નિર્ભર હોય છે. પરંતુ જ્યારે પતિ પત્નીને સમય ન આપે, તેની સાથે વાત ન કરે તો પછી સંબંધોમાં ભાવનાત્મક એકલતા અનુભવાય છે. આ સ્થિતિમાં પણ મહિલા ઝડપથી અન્ય પ્રત્યે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે.
લગ્નજીવનમાં પુરુષ દગો કરે તો પછી ઘણી વખત બદલો લેવા માટે મહિલા પાર્ટનર પણ અફેર કરે છે. જ્યારે લગ્નજીવનમાં મહિલાનો અનાદર થાય છે તો તે પતિને સબક શીખવાડવા માટે પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી બેસે છે.
પુરુષની જેમ મહિલાઓની પણ કેટલીક જરૂરિયાત હોય છે. આ જરૂરિયાતો માનસિક, ભાવનાત્મક અને શારીરિક હોય છે. જ્યારે પતિ પત્નીની આ જરૂરિયાતોને પૂરી કરતો નથી ત્યારે પણ મહિલાઓ પોતાની જરૂરીયાતો પુરી થાય તે માટે અફેર કરી બેસે છે.