PHOTOS

Kitchen Vastu: રસોડાના આ વાસ્તુ દોષ બને છે સંકટનું કારણ, જાણી લો દોષ દુર કરવાના ઉપાય

Kitchen Vastu : રસોડામાં જો વાસ્તુદોષ હોય તો વ્યક્તિનો સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિ અને કારકિર્દી પર ખરાબ અસર પડે છે. તેનાથી જીવનમાં દુઃખ દર્દ પણ વધે છે. તેથી જ કિચનમાં જો વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવાના ઉપાય કરી લેવા જોઈએ. આજે તમને આવા જ કેટલાક વાસ્તુદોષ અને તેના ઉપાય વિશે જણાવીએ.

Advertisement
1/5
લાલ બલ્બ 
લાલ બલ્બ 

જો રસોડું વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશામાં ન હોય તો ભારે વાસ્તુ દોષ સર્જાય છે. આ દોષને દૂર કરવા માટે રસોડાની દક્ષિણ પૂર્વ દિશામાં લાલ બલ્બ રાખવો જોઈએ અને તેને હંમેશા ચાલુ રાખવો. 

2/5
દિવાલોનો રંગ 
દિવાલોનો રંગ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડાની દીવાલને આછો રંગ જ કરવો જોઈએ. જેમકે ક્રીમ અથવા તો લાઈટ નારંગી. રસોડામાં ક્યારે બ્લુ કે કાળા રંગનો પ્રયોગ કરવો નહીં તેનાથી નકારાત્મકતા વધે છે અને ધનહાનિ થાય છે. 

Banner Image
3/5
સ્વસ્તિક 
સ્વસ્તિક 

રસોડામાં જો તમે કાળો પથ્થર કે ગ્રેનાઇટ લગાડેલો હોય તો તેના દુષ્ટ પ્રભાવથી બચવા માટે રસોડામાં સ્વસ્તિક બનાવવું જોઈએ. તેનાથી સકારાત્મકતા વધે છે. 

4/5
રસોડામાં પડદા 
રસોડામાં પડદા 

ઘરના મુખ્ય દ્વારની સામે જ જો રસોડું હોય તો તે પણ વાસ્તુદોષ છે. આ દોષને દૂર કરવા માટે મુખ્ય દરવાજાની સામે રસોડાને કવર કરતો પડદો લગાડવો જોઈએ. 

5/5
સાફ-સફાઈ 
સાફ-સફાઈ 

રસોડાને ક્યારેય ખરાબ છોડવું નહીં. તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. રસોડું હંમેશા સાફ કરવું જોઈએ અને તૂટેલા વાસણનો ઉપયોગ કરવો નહીં. સાથે જ અનાજ અને મસાલા ભરવાના ડબ્બાને પણ સાફ કરતા રહેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More