Navpancham Rajyog 2025: 20 એપ્રિલે સવારે ભૂમિપુત્ર મંગળ અને વરૂણ એકબીજાથી 120 ડિગ્રી પર હશે, જેના કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને ઘણો ફાયદો મળી શકે છે.
ગ્રહોના સેનાપતિ મંગળને નવગ્રહોમાં સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે, જે એક ચોક્કસ સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે, જેની અસર 12 રાશિઓની સાથે-સાથે દેશ અને દુનિયામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, મંગળ હાલમાં તેની સૌથી નીચલી રાશિ કર્ક રાશિમાં વિરાજમાન છે અને 20 એપ્રિલે વરૂણ ગ્રહ સાથે વિશેષ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે વરૂણ અને મંગળ 20 એપ્રિલે સવારે 4:20 કલાકે એકબીજાથી 120 ડિગ્રી પર હશે, જેના કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ રાજયોગના નિર્માણને કારણે 12 રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે તેની અસર જોવા મળશે. પરંતુ આ 3 રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે-સાથે ધન લાભ પણ મળી શકે છે. તમને જણાવી દઈએ કે, વરૂણને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. તે લગભગ 14 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. હાલમાં વરુણ મીન રાશિમાં સ્થિત છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
આ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લકી સાબિત થઈ શકે છે. ભૌતિક સુખો પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ તમારી ઘણી ઈચ્છાઓ પુરી થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં પણ અપાર સફળતા મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારી મહેનત પ્રમાણે તમને સફળતા મળી શકે છે. પૈતૃક સંપત્તિ દ્વારા ધન લાભ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો.
તુલા રાશિના જાતકો માટે પણ નવપંચમ રાજયોગ લાભદાયી બની શકે છે. આ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા હાસિલ મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે તમે બીજાની સામે તમારા વિચારો વ્યક્ત કરવામાં સફળ થશો. આવી સ્થિતિમાં તમે ઘણો નફો કમાઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. નોકરીમાં પણ નવી તકો મળવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસમાં લાંબા સમયથી પેન્ડિંગ કોઈ ડીલ ફરીથી મળી શકે છે. તમે આમાંથી મોટો નફો કમાઈ શકો છો. પરિવાર સાથે તમારો સમય સારો પસાર થશે.
આ રાશિના જાતકો માટે પણ નવપંચમ રાજયોગ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે-સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે. પરિવારના સભ્યોમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવી શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે, જેના કારણે તમે ઘણી ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો. આ સાથે સમાજમાં માન-સન્માન વધશે. આ સમયગાળા દરમિયાન નોકરી બદલવાના પ્રયાસો સફળ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)