PHOTOS

29 જૂને બનશે પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકોના જીવનમાં આવશે ખુશીઓ, અવિશ્વસનીય ધનલાભ થશે

Mahalaxmi Yog: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 જૂને ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરી મંગળ સાથે મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને તેનાથી વધુ લાભ મળી શકે છે.
 

Advertisement
1/6
મહાલક્ષ્મી યોગ 2025
 મહાલક્ષ્મી યોગ 2025

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને સૌથી ઝડપી ગતિએ ચાલનાર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે એક રાશિમાં આશરે અઢી દિવસ રહે છે. તેવામાં ચંદ્રમાની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે, જેનાથી શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. મહત્વનું છે કે ચંદ્રમા જૂન મહિનાના અંતમાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મંગળની સાથે યુતિ બનશે. તેવામાં ચંદ્ર-મંગળ યોગ બનશે. તેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. આ યોજનું નિર્માણ થવાથી જાતકોને ધન, સમૃદ્ધિ, કલાત્મકતા, બિઝનેસ-નોકરીમાં ખૂબ લાભ મળે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર બનાવવામાં આવ્યું છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.  

2/6

વૈદિક પંચાગ અનુસાર ચંદ્રમા 29 જૂને સવારે 6 કલાક 33 મિનિટ પર સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 1 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. તેવામાં આશરે 54 કલાક મંગળ સાથે યુતિ બનાવી મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરશે. મહત્વનું છે કે સિંહ રાશિમાં પાપી ગ્રહ કેતુ પણ બિરાજમાન છે. તેવામાં કેટલાક જાતકોના જીવનમાં મહાલક્ષ્મી યોગનો પ્રભાવ જોવા મળશે નહીં.  

Banner Image
3/6
મિથુન રાશિ
 મિથુન રાશિ

આ રાશિમાં મંગળ-ચંદ્રની યુતિથી બનેલો યોગ છઠ્ઠા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આ સાથે કામમાં સારૂ પ્રદર્શન કરશો, જેનાથી તમને ખૂબ લાભ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ ઓછો થઈ શકે છે. પરિવાર કે મિત્રોની સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. ભાઈ-બહેનો સાથે સારો સંબંધ બનાવી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બિઝનેસમાં પણ તમને ફળ મળી શકે છે.  

4/6
તુલા રાશિ
 તુલા રાશિ

આ રાશિના લાભ ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સરળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પૈસાની તંગીને લઈને દેવામાંથી છુટકારો મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. કાર્યક્ષેત્રમાં તમને ખૂબ લાભ મળી શકે છે. તમારા હરીફોને તમે ટક્કર આપશો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. તણાવ થોડો ઓછો થશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.  

5/6
મીન રાશિ
 મીન રાશિ

આ રાશિના જાતકો માટે મંગળ-ચંદ્રની યુતિ થઈ રહી છે, જેનાથી છઠ્ઠા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સરળતા મળી શકે છે. મહેનતનું ફળ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માન-સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. જીવનમાં સુખ-શાંતિ રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. બિઝનેસની વાત કરીએ તો તમારા દ્વારા કરવામાં આવી રહેલી મહેનતનું ફળ મળી શકે છે.

6/6

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More