Mangal Gochar In Kanya 2025: જ્યોતિષ પ્રમાણે 28 જુલાઈએ મંગળ કન્યા રાશિમાં ગોચર કરશે. મંગળનું ગોચર ત્રણ રાશિના જાતકોને મોટી સફળતા અપાવશે.
જુલાઈ 2025મા મંગળનું ગોચર થવાનું છે. જ્યોતિષ અનુસાર 28 જુલાઈએ સાંજે 7 કલાક 58 મિનિટ પર મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર દેશ-દુનિયા પર પડશે.
મંગળ કન્યા રાશિમાં ગોચર કરી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે. જાતક કરિયરમાં મોટી સફળતા હાસિલ કરશે. આવો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
સિંહ રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. આકસ્મિક ધનલાભ અને નોકરી માટે નવી તક મળી શકે છે. જાતકો માટે સફળતાનો માર્ગ ખુલશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. મોટા નિર્ણય લેવાની તક આવશે. આ દરમિયાન જાતકે લીડરશિપ રોલમાં ખુદને પ્રસ્તુત કરવા પડશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું ગોચર અતિ શુભ સાબિત થઈ શકે છે. જાતક આવક અને લાભના રસ્તા શોધવામાં સફળ થશે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય હશે. જાતક મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. આ દરમિયાન ગાડી કે વાહન ખરીદીમાં સફળતા મળશે.
મકર રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું કન્યા રાશિમાં ગોચર કરવું શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. જાતક કામ-કારોબારને લઈને સુખદ અને સફળ યાત્રા કરશે. માંગલિક કે ધાર્મિક કાર્યોમાં સામેલ થઈ શકસે. સન્માન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. કોઈ પરીક્ષામાં સારૂ પરિણામ મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.