Mangal Gochar in Singh Rashi : મંગળ ગોચર સિંહ રાશિમાં 7 જૂન, શનિવારે થવાનું છે. મંગળને અગ્નિ તત્વ ગ્રહ માનવામાં આવ્યો ચે, જે ઉત્સાહ, પરાક્રમનો કારક છે જ્યારે સિંહ રાશિના સ્વામી ઉર્જાના કારક ગ્રહ સૂર્ય છે, જેમાં મંગળનો પ્રવેશ થશે. આ રાશિમાં મંગળ અને કેતુની યુતિ થશે. બંને ગ્રહ ઉગ્ર સ્વભાવના માનવામાં આવે છે. આ યુતિ કુજકેતુ યોગ બનાવશે, જેને અશુભ માનવામાં આવે છે. તેવામાં આ યુતિ મેષ સહિત કેટલાક જાતકો માટે પડકારજનક સમય લાવી શકે છે. આ રાશિના લોકોએ મંગળ ગોચરના સમયગાળા દરમિયાન વધુ સાવધાન રહેવું પડશે અને સમજી વિચારી નિર્ણય લેવા પડશે. તેવામાં આવો જાણીએ મંગલ ગોચર કયા જાતકોના ધૈર્યની પરીક્ષા લેશે.
મંગળ ગોચર તમારા માટે ઉતાર ચઢાવ લાવી શકે છે. સિંહ રાશિમાં મંગળ અને કેતુની યુતિથી કાર્યક્ષેત્રમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. સાથે તમારા વિરોધી તમને ઉંઘા માર્ગે ધકેલી શકે છે. આ દરમિયાન તમારે સમજી વિચારી પગલાંભરવા પડશે. આ સાથે ગુસ્સો કે અપશબ્દોનો ઉપયોગ કરવાથી બચવું પડશે. મન અશાંત રહી શકે છે. પરિવારમાં ગેરસમજણ વધી શકે છે. તમે સંવાદ અને પારદર્શિતા બનાવી રાખો. વિવાદોથી દૂર રહો.
મેષ રાશિ માટે મંગળ ગોચરના ઉપાયઃ મંગળ ગોચરના સમયમાં મેષ રાશિના જાતકો નિયમિત રૂપથી લીમડાના ઝાડમાં પાણી ચઢાવે. તેનાથી તમને રાહત મળશે.
મંગળ ગોચર વૃષભ રાશિના જાતકો માટે પ્રતિકૂળ પરિણામ આપી શકે છે. તમારે આ સમયમાં ધન સંબંધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કારોબારથી લઈને પરિવાર સુધી ઇચ્છિત પરિણામ હાસિલ કરવા માટે તમારે પડકારનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા પર કામનો ભાર વધુ રહી શકે છે. તેના પર તમને તમારા સહકર્મીઓનો અપેક્ષિત સહયોગ મળી શકશે નહીં. સંબંધોમાં વિવાદ થઈ શકે છે. પારિવારિક ખુશીઓ ઘટી શકે છે. ધ્યાન રાખો કે આ દરમિયાન જમીન, ભવન અને વાહન સાથે જોડાયેલા વિવાદોમાં કૂદો નહીં. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વૃષભ રાશિ માટે મંગળ ગોચરના ઉપાયઃ વૃષભ રાશિના જાતક મંગળ ગોચરના 51 દિવસ દરમિયાન નિયમિત રૂપથી વડના વૃક્ષોના મૂળમાં મીઠું દૂધ અર્પિત કરો. તેનાથી તમને લાભ થશે.
મંગળ ગોચર સિંહ રાશિમાં થવાનું છે. તેથી આ રાશિમાં પહેલાથી બેઠેકા કેતુ સાથે મંગળની યુતિ થશે. કેતુના પ્રભાવને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મંગળ અને કેતુનું મિલન તમને ઉગ્ર બનાવશે, પરંતુ યાદ રાખો ક્રોધથી નુકસાન થશે. તમારા માટે જોખમ ઉઠાવવું નુકસાનકારક સાબિત થશે. ઈજા થવાની સંભાવના રહેશે, તેવામાં સતર્ક રહો. આ સમયમાં ગર્ભવતી મહિલાઓ પોતાનું વિશેષ ધ્યાન રાખો. લોહી સંબંધિત સમસ્યા થઈ શકે છે. બીમાર થવા પર સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવાથી બચવું પડશે. નાની સમસ્યા પણ મોટી થઈ શકે છે.
સિંહ રાશિ માટે મંગળ ગોચરના ઉપાયઃ સિંહ રાશિના જાતક મંગળ ગોચરના સમયમાં કોઈ પાસેથી ફ્રી કોઈ સામાન ન લે. ગિફ્ટ લેવાથી પણ બચવું જોઈએ.
કન્યા રાશિના જાતકોએ મંગળ ગોચરને કારણે ન ગમતી યાત્રાઓ કરવી પડી શકે છે. તે આશા પ્રમાણે પરિણામ આપશે નહીં. તેના પર તમારે કરિયરથી લઈને કાબોરાર સુધી નવી તક માટે સંઘર્ષ કરવો પડી શકે છે. તમારે સાવચેતી રાખી ચાલવું પડશે, બાકી એક ભૂલ તમારા હાથમાંથી સોદો છીનવી લેશે. નોકરી કરનાર જાતકોએ ઈચ્છિત પરિણામ માટે વધુ મહેનત કરવી પડી શકે છે. પરિવારમાં સંબંધ અનુકૂળ રહેશે નહીં. તમારા વિચાર વિરોધાભાસી હોઈ શકે છે. તમારે સમજદારીથી કામ લેવું પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કન્યા રાશિ માટે મંગળ ગોચરના ઉપાયઃ મંગલ ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકો હનુમાન મંદિરમાં બુંદીના લાડૂ ધરાવે અને લોકોમાં વહેંચી દે. તેનાથી તમારા સંકટ દૂર થશે.
મંગળ ગોચર તમારા માટે મિશ્ચિત પરિણામ લાવશે. સિંહ રાશિમાં મંગળ અને કેતુની યુતિથી તમારા સ્વભાવમાં ઉગ્રતા વધશે. ખોટા શબ્દોના ઉપયોગ કરવાથી બચો. ખોટા ખર્ચ તમારૂ બજેટ બગાડી શકે છે. સમજી વિચારીને નાણાનો ખર્ચ કરો. તમારે ઈચ્છિત પરિણામ હાસિલ કરવામાં વધુ મહેનત કરવી પડશે. તેના પર પણ સફળતા અને નિષ્ફળતા તમારી બુદ્ધિ અને ક્ષમતા પર નિર્ભર કરશે. સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે પરંતુ બેદરકારી ન દાખવો. મોસમી બદલાવો પ્રત્યે સચેત રહો.
મીન રાશિ માટે મંગળ ગોચરના ઉપાયઃ મીન રાશિના જાતકો જરૂરિયાત મંદ લોકોને ભોજન કરાવે અને તેને નમકીન ખાદ્ય સામગ્રી આપે. તેનાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.