પંચાંગ મુજબ કલ્યાણના દેવતા ગણાતા મંગળ 21 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8.04 કલાકે નીચ રાશિ કર્કમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. આ સાથે જ મંગળની નીચતા સમાપ્ત થઈ ગઈ અને આ સાથે નીચભંગ રાજયોગ પણ બની રહ્યો છે. જાણો કોને ફળશે.
વૃષભ રાશિના જાતકો માટે મંગળની નીચતા સમાપ્ત થવી એ જબરદસ્ત લાભ કરાવી શકે છે. સપ્તમેશમાં થઈને ધનલભાવ પર બેઠા છે. આવામાં આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને વરિષ્ઠ અને સહકર્મીઓનો પૂરેપૂરો સાથ મળી શકે છે. આ સાથે જ ઝડપથી માન સન્માનમાં વધારો થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે ભાગીદારમાં થયેલો ધંધો ખુબ લાભ કરાવી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આત્મવિશ્વાસમાં ઝડપથી વધારો થઈ શકે છે.
મિથુન રાશિમાં મંગળના જવાથી સિંહ રાશિના જાતકો માટે ખુબ વિશેષ સમય રહી શકે છે. આ રાશિના જાતકોને માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળી શકે છે. આ સાથે જ પૈતૃક સંપત્તિ મળવાના ચાન્સીસ પણ રહેલા છે. સુખ સાધનોમાં ઝડપથી વધારો થવાના યોગ છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સાથે જ શેર બજારમાં કરેલુ રોકાણ ફાયદો કરાવી શકે છે. જીવનમા ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
તુલા રાશિના જાતકો માટે મંગળની નીચતા સમાપ્ત થવું એ સોને પે સુહાગા જેવું રહેશે. મિથુન રાશિમાં પ્રવેશ કરીને મંગળ આ રાશિના નવમાં ભાવમાં રહેશે. આવામાં આ રાશિા જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. આધ્યાત્મ પ્રત્યે તમારો ઝૂકાવ વધુ રહેશે. પરિવાર અને મિત્રોની સાથે સારો સમય પસાર થશે. કામના સિલસિલામાં અનેક મુસાફરી કરવી પડી શકે છે. જેનાથી તમને સારો એવો લાભ થઈ શકે છે. જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સારી સફળતા મેળવી શકો છો. જીવનમાં સકારાત્મકતા વધશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.