ગ્રહોના સેનાપતિ મંગળ આજે કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 12 સપ્ટેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. મંગળના કન્યામાં ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે. જેમાંથી 4 રાશિઓને શુભ અસર જોવા મળી શકે છે. આ ભાગ્યશાળી રાશિઓને ભાગ્યના સાથની સાથે એક શાનદાર સમયનો અનુભવ થઈ શકે છે.
છેલ્લા લગભગ દોઢ મહિનાથી મંગળ ગ્રહ સિંહ રાશિમાં કેતુ સાથે હતો. મંગળ અને કેતુની અશુભ યુતિની ખરાબ અસર દેશ દુનિયા સહિત અનેક લોકોએ ભોગવી. હવે આજે 28 જુલાઈના રોજ મંગળ ગોચર થતા જ આ યુતિ તૂટી છે. જેનાથી 4 રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે. તેમને કરિયરમાં પ્રગતિ અને ધનલાભ થઈ શકે છે. જાણો કઈ રાશિઓ માટે શુભ રહેશે સમય.
મેષ રાશિનો સ્વામી છે મંગળ ગ્રહ અને મંગળનું આ ગોચર આ રાશિના જાતકોને કરિયરમાં મોટો લાભ કરાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. માતા તરફથી ધનલાભ થઈ શકે છે. જૂની બીમારીથી રાહત મળી શકે છે. વિદ્યાર્થીઓ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્ષેત્રે સફળતા મેળવી શકે છે.
મંગળનું ગોચર કર્ક રાશિના જાતકોને કરિયરમાં ફાયદો કરાવી શકે છે. વેપારીઓની અટકેલી ડીલ હવે ફાઈનલ થઈ શકે છે. ધનલાભ થઈ શકે. જોબ કરતા લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. મનગમતી જગ્યાએ જવાની તક મળી શકે છે. તમે આ સમયનો આનંદ લેશો.
વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ છે. મંગળનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકોને ધનલાભની સાથે ઊંચુ પદ પણ અપાવી શકે છે. સીનિયર્સ તમારા કામથી ખુશ રહેશે. ખર્ચા ઓછા થવાથી બચત કરવામાં સફળ રહેશો. બેંક બેલેન્સ વધશે.
ધનુ રાશિવાળાને મંગળનું આ ગોચર અનેક જૂની મુશ્કેલીઓમાંથી રાહત આપી શકે છે. તમે અચાનક હારેલી બાજી જીતી શકો છો. કોઈ મોટા ખુશખબર મળી શકે છે. નવી જોબની ઓફર મળી શકે છે. ઘરમાં પણ ખુશીનો માહોલ રહેશે. ધનુ રાશિ પર હાલ શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. આ સમય તેમને ઢૈય્યાના પ્રભાવથી પણ રાહત આપી શકે છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.