PHOTOS

Mangal Gochar 2024: 26 ઓગસ્ટ સુધી સંભાળીને રહે આ 6 રાશિના લોકો, લાલ ગ્રહ જીવનમાં સર્જી દેશે ઉથલપાથલ

Mangal Gochar 2024: સાહસ, પરાક્રમ, વિવાહ, ભૂમિનો કારક ગ્રહ મંગળ હવે વૃષભ રાશિમાં ગોચર કરે છે. 26 ઓગસ્ટ 2024 સુધી મંગળ વૃષભ રાશિમાં ગોચર કરશે. 26 ઓગસ્ટે બપોરે ત્રણ કલાક અને 40 મિનિટે મંગળ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં સુધી મંગળ ગ્રહ વૃષભ રાશિમાં રહેશે ત્યાં સુધી 6 રાશિના લોકોને અપાર કષ્ટ આપી શકે છે. આ 6 રાશિના લોકોએ 26 ઓગસ્ટ સુધી સંભાળીને રહેવાની જરૂર પડશે. 

Advertisement
1/7
મેષ રાશિ 
મેષ રાશિ 

આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ જીવનમાં સુખ શાંતિ નહીં રહે. ઘરમાં વિવાદ થઈ શકે છે પરિવારમાં પણ કલેશની સ્થિતિ સર્જાઈ શકે છે. કોઈ મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે. 

2/7
મિથુન રાશિ 
મિથુન રાશિ 

આ સમય દરમિયાન ખર્ચ વધારે રહેશે. કરજ લેવાનું ટાળવું નહીં તો કરજ ચૂકવવામાં મુશ્કેલી પડશે. કોઈ કારણસર દોડધામ કરવી પડી શકે છે બીમારીઓ પણ પરેશાન કરશે. 

Banner Image
3/7
કર્ક રાશિ 
કર્ક રાશિ 

જીવનમાં ઉતાર ચઢાવ અનુભવાશે. સંબંધો નિભાવવામાં સમસ્યા થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અનિંદ્રા અને સ્ટ્રેસ વધી શકે છે. મેડિટેશન કરતા રહેવું. 

4/7
તુલા રાશિ 
તુલા રાશિ 

બહારનું ભોજન કરવાથી બચો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. સંપત્તિ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. લાઈફ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. 

5/7
ધન રાશિ
ધન રાશિ

આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. બચત અનુસાર ખર્ચ કરવાનું રાખો. આ સમયે પૈસા ઉધાર આપવાનું ટાળો નહીં તો પૈસા ફસાઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. કરિયરમાં બેદરકારી રાખવી નહીં. 

6/7
કુંભ રાશિ 
કુંભ રાશિ 

આ સમય કષ્ટકારી સાબિત થઈ શકે છે. ઘર પરિવારમાં વિવાદ-ઝઘડા થઈ શકે છે. ચિંતામાં સમય પસાર થશે. સંભાળીને કામ કરવું. કોઈ ખરાબ સમાચારથી જીવનમાં ઉદાસી વધી શકે છે.

7/7




Read More