PHOTOS

18 વર્ષ બાદ બનશે રાહુ-મંગળનો અત્યંત ભયાનક અશુભ યોગ, આ 3 રાશિવાળા બચીને રહેજો, જીવન ખેદાનમેદાન થઈ જશે!

મંગળ અને રાહુ બંને ક્રૂર ગ્રહ કહેવાય છે. આવામાં રાહુ અને મંગળનો ષડાષ્ટક યોગ કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ બને છે.

Advertisement
1/5

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે યુતિ બનાવીને શુભ કે અશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર  જોવા મળતો હોય છે. 28 જુલાઈના રોજ કન્યા રાશિમાં મંગળ ગોચર થઈ રહ્યું છે. મંગળના ગોચરથી કુંજકેતુ યોગ પૂરો થઈ જશે. પરંતુ મંગળ અને રાહુનો ષડાષ્ટક યોગ ચાલુ થઈ જશે. જાણો કોણે સતર્ક રહેવું પડશે. 

2/5
મીન રાશિ
મીન રાશિ

ષડાષ્ટક યોગ મીન રાશિના જાતકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળનું ગોચર તમારી રાશિથી સાતમા ભાવે થઈ રહ્યું છે. વેપારમાં જૂની ભાગીદારીનો અંત આવી શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાત અંગે તણાવ થઈ શકે છે. રોકાણથી બચવું જોઈએ. 

Banner Image
3/5
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે પણ ષડાષ્ટક યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ તમારી ગોચર કુંડળીથી દશમ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આથી કાર્યસ્થળે ઘર્ષણ કે વિવાદથી બચવું. ઓફિસના રાજકારણથી બચીને રહો નહીં તો નુકસાન પહોંચશે. નોકરી બદલવાથી પણ  બચવું. ગુપ્ત શત્રુઓ પરેશાન કરી શકે છે. ઈજા કે દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે. વધુ મહેનત કરવી પડશે. 

4/5
તુલા રાશિ
તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પણ આ યોગ પ્રતિકૂળ રહી શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી 12માં ભાવ પર ગોચર કરશે. ફાલતું ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી તમારું બજેટ બગડી શકે છે. ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે.   

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More