Mangal Gochar in Singh Rashi: 7 જુને મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. અગ્નિ તત્વ વાળા મંગળ ગ્રહનું સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે શુભ નથી. કરાણ કે સિંહ રાશિમાં મંગળ ગ્રહ કેતુ સાથે મળીને ખતરનાક યુતિ બનાવી રહ્યો છે.
સિંહ રાશિમાં કેતુ પહેલાથી જ બિરાજમાન છે અને હવે મંગળ પણ આ રાશિમાં ગોચર કરે છે. જેના કારણે ખતરનાક અશુભ યુતી સર્જાઈ છે. સૂર્યની રાશિ સિંહનો સ્વભાવ પણ ઉગ્ર હોય છે. ઉગ્ર સ્વભાવની રાશિમાં મંગળ અને કેતુની યુતીથી ખતરનાક કુજકેતુ યોગ બન્યો છે.
આ અશુભ યોગ આગામી 51 દિવસ સુધી રહેશે અને 5 રાશિના લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. આ 5 રાશિના લોકોએ 28 જુલાઈ 2025 સુધી સંભાળીને રહેવું પડશે કારણ કે ત્યાં સુધીનો સમય તેમના માટે કષ્ટદાયક રહે તેવી સંભાવના છે.
મંગળના ગોચરથી મેષ રાશિના લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કારકિર્દીમાં બાધાઓનો સામનો કરવો પડી શકે છે. એકલતા સતાવી શકે છે. શત્રુ સમસ્યા કરી શકે છે. આ સમય દરમિયાન મન અશાંત રહે. ગેરસમજ ઊભી થઈ શકે છે.
મંગળનું ગોચર વૃષભ રાશિના લોકોને આર્થિક સમસ્યાઓ આપી શકે છે. ઇચ્છિત ફળ ન મળવાથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાથે કામ કરતા કર્મચારીઓનો સહયોગ ન મળવાથી કાર્યસ્થળ પર સમસ્યા સર્જાઈ શકે છે. જમીન અને સંપત્તિ સંબંધિત વિવાદ ન વધે તે વાતનું ધ્યાન રાખવું.
સિંહ રાશિમાં જ મંગળ અને કેતુનો ખતરનાક યોગ સર્જાયો છે જેના કારણે આ રાશિના લોકોને સૌથી વધારે કષ્ટ પડી શકે છે. આ સમય દરમિયાન સ્વભાવમાં આક્રમકતા રહેશે. ઇજા થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતો પર ખાસ ધ્યાન આપવું બેદરકારી ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.
સિંહ રાશિમાં મંગળના ગોચરથી કન્યા રાશિના લોકોને અણધારી યાત્રા કરવી પડી શકે છે. ઇચ્છિત પરિણામ ન મળે. કારકિર્દીમાં પણ તકલીફો આવી શકે છે. આ સમય દરમિયાન મહેનત વધારે થશે અને ફળ ઓછું મળશે. પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. સમજદારીથી કામ ન લેવા પર સંબંધ બગડી પણ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું
સ્વભાવમાં ક્રોધ અને આક્રમકતા વધી શકે છે. લોકો સાથે વાતચીત કરવામાં ખાસ ધ્યાન રાખવું. આ સમયે કડવી વાણી નુકસાન કરી શકે છે. ખર્ચ પર કાબુ રાખવો. કરજ લેવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી સંભાળીને રહેવું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.