PHOTOS

28 જુલાઈ સુધીનો સમય ખુબ જ ખતરનાક! મંગળ કેતુની ઉપરથી કરશે ગોચર, આ રાશિવાળા માટે ભારે સમય

છેલ્લા દોઢ મહિનાથી મંગળ અને કેતુએ ભયાનક યુતિ બનાવેલી છે. જેનો કહેર દેશ દુનિયામાં બધે જોવા મળી રહ્યો છે. પરંતુ હવે સ્થિતિ વધુ ખતરનાક બની છે. 

Advertisement
1/6

ઉગ્ર મંગળ અને કેતુ ખુબ જ અશુભ સ્થિતિમાં છે. કેતુ સિંહ રાશિમાં છે અને મંગળ પણ સિંહ  રાશિમાં છે. મંગળ અને કેતુની યુતિના કહેરથી યુદ્ધ, હિંસા, વિમાન અકસ્માત, લેન્ડસ્લાઈડ વગેરેની સ્થિતિ સર્જાઈ શકતી હોય છે જે છેલ્લા કેટલાક સમયમાં ઘટનાઓ જોવા પણ મળી. પરંતુ હવે આગામી 7 દિવસ વધુ ખતરનાક રહી શકે છે. 

2/6
28 જુલાઈ સુધીનો સમય ખુબ સંકટવાળો
28 જુલાઈ સુધીનો સમય ખુબ સંકટવાળો

21 જુલાઈથી 28 જુલાઈ સુધી મંગળ કેતુની ઉપરથી ગોચર કરશે જે વધુ જોખમી સ્થિતિ બનતી હોય છે. આવામાં આ દરમિયાન વધુ સતર્કતા વર્તવાની જરૂર છે. 28 જુલાઈના રોજ જ્યારે મંગળ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ યુતિ તૂટશે અને લોકોને કઈક રાહત મળશે. 

Banner Image
3/6
શનિ પણ ક્રૂર
શનિ પણ ક્રૂર

મંગળ કેતુ, શનિ સાથે મળીને ષડાષ્ટક યોગ પણ બનાવી રહ્યા છે. જેનાથી આ યુતિ ભીષણ પરિણામ આપી રહી છે. ક્રૂર ગ્રહ શનિ હાલ વક્રી સ્થિતિમાં છે. જેનાથી તેની અસર પણ થોડી ઓછી છે.   

4/6
4 રાશિઓ પર સૌથી ખરાબ અસર
4 રાશિઓ પર સૌથી ખરાબ અસર

મંગળ અને કેતુની અશુભ યુતિ 4 રાશિવાળા માટે ખાસ કરીને નકારાત્મક સ્થિતિ કહી શકાય. આ રાશિઓ છે મેષ, સિંહ, કન્યા અને મીન. 28 જુલાઈ સુધીનો સમય આ રાશિવાળા માટે સતર્કતા વર્તવાનો છે કારણ કે કરિયર પર ખરાબ અસર પડી શકે છે. આથી તમારું કામ સંપૂર્ણ ઈમાનદારીથી કરો. 

5/6
અકસ્માત, કરિયર પર સંકટ
અકસ્માત, કરિયર પર સંકટ

જે લોકોની કુંડળીમાં મંગળ, રાહુ અને કેતુની સ્થિતિ અશુભ છે તેમણે ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે. આ લોકોના લગ્નજીવનમાં સમસ્યા આવી શકે છે. કોઈ સાથે વિવાદ થઈ શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. કરિયર પર સંકટના વાદળો છવાઈ શકે છે. 

6/6
સાવધાની વર્તો
સાવધાની વર્તો

હાલના સમયમાં મુસાફરી ટાળો તો સારું, વાહન સંભાળીને ચલાવવું જોઈએ. કારણ કે કેતુ ધર્મ કર્મના કારક છે, આથી હાલ ધાર્મિક સ્થળો પર ભાગદોડ કે કોઈ આફત આવવાના યોગ છે. હાલમાં જ જગન્નાથ યાત્રામાં થયેલી ભાગદોડનું ઉદાહરણ પણ જોયું. આ સમયમાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. આતંકી હુમલા કે વિસ્ફોટ જેવા યોગ પણ છે. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More