વૈદિક જ્યોતિષ મુજબ 1થી 28 જુલાઈ સુધી સિંહ રાશિમાં મંગળ અને કેતુની યુતિ રહેશે જેનાથી અંગારક યોગ બનશે. આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ આમ છતાં કેટલીક રાશિના જાતકોને ફાયદો કરાવી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગ બનાવતા હોય છે જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે જુલાઈમાં 28 દિવસ સુધી અંગારક યોગ રહેવાનો છે. સિંહ રાશિમાં મંગળ કેતુની યુતિથી આ યોગ રહેશે. સૂર્યની રાશિ સિંહમાં મંગળ અને કેતુ 28 જુલાઈ સુધી રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકો મુશ્કેલીઓ વધી શકે છે. જ્યારે કેટલાકને ફાયદો પણ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે 18મી મેના રોજ કેતુએ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને તે 5 ડિસેમ્બર 2026 સુધી અહી રહેશે. જ્યારે 7 જૂન 2025ના રોજ મંગળે પણ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો અને કેતુ સાથે યુતિ કરી છે. મંગળ 28 જુલાઈ સુધી સિંહ રાશિમાં રહેશે. આ દરમિયાન મંગળ અને કેતુની યુતિથી અંગારક યોગ બનેલો છે. આ યોગ કોને ફાયદો કરાવી શકે તે ખાસ જાણો.
મિથુન રાશિના જાતકો માટે મંગળ અને કેતુની યુતિ સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આ સમય તમારી ઈચ્છાઓમાં વધારો થઈ શકે છે. તમે તમારા જીવનમાં કઈક વિશેષ હાંસલ કરવા તરફ અગ્રેસર રહેશો. કેતુની ઉપસ્થિતિ તમારી અંદર એક ગાઢ આત્મચિંતન લાવશે. જેનાથી તમે જીવનના ઊંડા સવાલોના જવાબ શોધવાની કોશિશ કરશો. આધ્યાત્મ પ્રત્યે રસ વધશે અને તમે ધ્યાન તથા સાધના જેવી માનસિક શાંતિ આપનારી વિધાઓ તરફ આકર્ષિત થઈ શકો છો. સમાજમાં માન સન્માન વધશે જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય ભૌતિક સુખ સુવિધાઓની રીતે સારું રહેશે. તમે ઘર, વાહન, અન્ય સુવિધાઓ પ્રત્યે આકર્ષિત થઈ શકો છો. ક્રોધ અને ઉતાવળિયા નિર્ણયો પર કંટ્રોલ રાખવો પડશે.
સિંહ રાશિના જાતકો માટે પણ કેતુ મંગળની યુતિ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તેમની જ રાશિમાં બની રહ્યો છે. આ યોગના પ્રભાવથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અને અભ્યાસ કે રિસર્ચમાં રસ ધરાવતા લોકોને નવી દિશા મળશે. ધાર્મિક કાર્યક્રમો તથા સામાજિક આયોજનોમાં ભાગીદારીની તક મળશે. જેનાથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કેતુના કારણે આત્મચિંતનની પ્રવૃત્તિ વધશે અને તમે તમારી જાતને વધુ સારી રીતે સમજવા તરફ અગ્રેસર રહેશો. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે સારા સમાચાર આવી શકે છે. જીવનમાં સ્થિરતા અને શાંતિની શોધ તમને આધ્યાત્મિક રાહ પર લઈ જઈ શકે છે. જો કે કેતુનો પ્રભાવ ક્યારેક ભ્રમ કે ભવિષ્યની ચિંતા લાવી શકે છે. આથી સંતુલન જાળવવું જરૂરી રહેશે.
ધનુ રાશિના જાતકો માટે અંગારક યોગ અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના નવા દ્વાર ખોલી શકે છે. ધાર્મિક મુસાફરી, સાધના, ધ્યાન અને પ્રાણાયામ જેવા કાર્યોમાં તમારો રસ વધશે. જેનાથી માનસિક અને આત્મિક સંતુલન પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે નવી તકો મળી શકે છે. જે લોકો ટ્રાન્સફર કે નવી નોકરીની પ્રતિક્ષામાં છે તેમની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ સમય તમારા પરિવાર અને મિત્રોનો ભરપૂર સાથ મળશે. સંતાન પક્ષથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. જેનાથી ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. બધુ મળીને આ યોગ તમારા માટે ઉન્નતિ, સુખ અને આત્મિક સંતુલનનો સંગમ સાબિત થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.