Mangal Margi 2025 : સાહસ, પરાક્રમ, શૌર્ય, ભૂમિ, લગ્નના કારક મંગળ આજે માર્ગી થવાના છે. મંગળ ગ્રહ અત્યાર સુધી ઉલટી ચાલ ચાલી રહ્યાં હતા અને હવે સીધી ચાલ ચાલશે. મંગળની ચાલમાં ફેરફાર 4 રાશિના જાતકોના સ્વભાવમાં પરિવર્તન લાવશે. સાથે આર્થિક નુકસાનનો યોગ બનાવશે.
મંગળ ગ્રહ મિથુન રાશિમાં માર્ગી થવાના છે. મિથુન રાશિમાં મંગળ માર્ગી થવાથી તેની સક્રિયતા વધી જશે. મંગળને સ્વભાવથી ક્રૂર અને આક્રમક માનવામાં આવે છે. બુધની રાશિ મિથુનમાં મંગળની સીધી ચાલ ઘણા જાતકોના જીવનમાં ઉથલ-પાથલ મચાવશે. બીમારી-દુર્ઘટના, નાણાકીય નુકસાનનો યોગ બનશે.
મંગળનું માર્ગી થવું કર્ક રાશિના જાતકોના પ્રોફેશનલ જીવનમાં અચાનક અને અપ્રિય ફેરફાર લાવી શકે છે. નોકરીમાં બદલી થઈ શકે છે યાત્રા અને સારવારને કારણે ખર્ચ વધશે. જીવનસાથી સાથે લડાઈ થઈ શકે છે.
મંગળની સીધી ચાલ તુલા રાશિના જાતકોનો ખર્ચ વધારશે. બધા સાથે આરામથી વાત કરો. વિનમ્રતા છોડો નહીં. માતાનું ધ્યાન રાખો. કોઈ બીમારીની અસર થઈ શકે છે.
મંગળ માર્ગી થવાથી વૃશ્ચિક રાશિના જાતકોને અશુભ ફળ મળશે. બીમારી કે દુર્ઘટના થવાનો યોગ છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખો. વિરોધી તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. પરિવારના સભ્યો સાથે શાંતિથી વાત કરો.
ધન રાશિના જાતકોને મંગલ જીવનમાં પડકાર આપી શકે છે. લાઇફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર આ સમયે તમારા પર હાવી રહી શકે છે. તમે ધૈર્ય ન રાખ્યું તો સ્થિતિ બગડી શકે છે. કરિયરમાં પણ તમે દબાવનો અનુભવ કરશો.
(Disclaimer - આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)