PHOTOS

3 એપ્રિલથી આ જાતકોના સિતારા ચમકશે, ધન-સંપત્તિમાં થશે વધારો, ગ્રહોના સેનાપતિ કરશે રાશિ પરિવર્તન

Mangal Gochar in Cancer: મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. મંગળ ગોચરને કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે.

Advertisement
1/5
મંગળ ગોચર
 મંગળ ગોચર

વૈદિક જ્યોતિષ પ્રમાણે 3 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળની ચાલમાં ફેરફાર થવાનો છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ અત્યારે મિથુન રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને 3 એપ્રિલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

2/5
કન્યા રાશિ
 કન્યા રાશિ

મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન તમારા જીવનમાં ઘણા મહત્વના ફેરફાર લાવી શકે છે કારણ કે મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીના અગિયારમાં ભાવ પર ગોચર કરશે. જેને આવક અને લાભનો ભાવ કહેવામાં આવે છે. આ દરમિયાન તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે. સાથે કારોબારમાં નફાનો યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. આ સમયે તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે અને ઓફિસમાં તમારી વાહવાહી થઈ શકે છે. તમને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વેપારીને નવા સોદાથી લાભ થશે.

Banner Image
3/5
તુલા રાશિ
 તુલા રાશિ

તમારી ગોચર કુંડળીમાં મંગળ ગ્રહ કરિયર અને કારોબાર ભાવ પર ભ્રમણ કરશે. તેથી તમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. જો તમે નોકરી કરી રહ્યાં છો તો તમને પ્રમોશન મળી શકે છે. સાથે નવા વ્યાવસાયિક સંબંધ આ દરમિયાન બની શકે છે. જેનાથી તમને ભવિષ્યમાં લાભ થઈ શકે છે. તમારા બિઝનેસનો વિસ્તાર થઈ શકે છે. પ્રોપર્ટી અને વાહનની લેતી-દેતી તમને સારો લાભ કરાવી શકે છે. સામાજિક સંબંધોમાં મજબૂતી આવશે અને તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે. વિવાદોના સમાધાન માટે આ સમય અનુકૂળ રહેશે.

4/5
વૃશ્ચિક રાશિ
 વૃશ્ચિક રાશિ

તમારા લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન કોઈ વરદાનથી ઓછું નથી. કારણ કે તમારી રાશિથી મંગળ અગિયારમાં ભાવ પર ગોચર કરી રહ્યો છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ થવા લાગશે. જે લોકો સરકારી ટેન્ડર લેવા ઈચ્છે છે તેના માટે આ સમય અનુકૂળ છે. સાથે તમે માંગલિક કે ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને આ સમયે ભાગ્યનો સાથ મળશે. સાથે શિક્ષણ અને કરિયરના ક્ષેત્રમાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.

5/5
ડિસ્ક્લેમરઃ
 ડિસ્ક્લેમરઃ

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More