જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ ગ્રહ ગોચરની રીતે માર્ચ મહિનો ખુબ ખાસ છે. આ મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય સહિત અનેક ગ્રહો પોતાની ચાલ બદલશે. આવામાં માર્ચમાં કઈ રાશિઓ માટે સારા દિવસ શરૂ થશે તે ખાસ જાણો.
જ્યોતિષ ગણતરી મુજબ માર્ચની શરૂઆતમાં ધનના કારક શુક્ર દેવ મીન રાશિમાં વક્રી થશે. જ્યારે 15 માર્ચ 2025ના રોજ બુધ દેવ મીન રાશિમાં અસ્ત થશે. આ ઉપરાંત માર્ચમાં 30 વર્ષ બાદ મીન રાશિમાં શનિના ગોચર બાદ સૂર્ય-શનિની યુતિ થશે. સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 29 માર્ચે શનિદેવ પણ મીનમાં ગોચર કરશ. આવામાં તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. માર્ચમાં શુભ ગ્રહોની ગોચર સ્થિતિ પાંચ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભકારી સાબિત થશે. જાણો કોના કોના સારા દિવસો શરૂ થઈ શકે છે.
જ્યોતિષ ગણતરીઓ મુજબ માર્ચ મહિનો મેષ રાશિવાળા માટે અત્યંત શુભ છે. આ મહિને સૂર્યના પ્રભાવથી પરાક્રમમાં વધારો થશે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે. આ મહિને જે પણ નિર્ણય લેશો તેને આત્મવિશ્વાસ સાથે પૂરા કરશો. આર્થિક સ્થિતિમાં ગજબનો સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. જે લોકો નોકરીમાં ફેરફાર કરવા માંગતા હોય તેમના માટે આ મહિનો લકી સાબિત થશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વિદેશ મુસાફરીના અનેક યોગ બનશે.
મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખુબ સકારાત્મક રહી શકે છે. કારણ કે કર્મફળ દાતા શનિદેવ અને સૂર્યદેવ પોતાની રાશિથી કર્મ ભાવ પર ગોચર કરીને યુતિ બનાવશે. આ દરમિયાન તમને કામ કાજમાં સારી એવી સફળતા મળશે. જો તમારું કામકાજ લોઢા, તેલ, પેટ્રોલ, ખનિજ કે સૂર્યદેવ સાથે જોડાયેલા હશે તો સારો લાભ થઈ શકે છે. તમે આ મહિને તમારા ટેક્નિકલ જ્ઞાનથી લાભ મળશે. નોકરીયાતો અને વેપારી વર્ગના લોકો માટે સ્થિતિ શુભ રહેશે. તમારા માટે લાભ અને ઉન્નતિના યોગ બની રહ્યા છે. આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિનું સુખ મળી શકે છે. પરંતુ થોડો પિતા સાથે કોઈ વાતે મતભેદ થઈ શકે છે.
કર્ક રાશિવાળા માટે માર્ચ મહિનો લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે એક તો શનિદેવ ગોચર કરશે કે તમને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. સૂર્ય અને શનિની યુતિ તમારી રાશિથી નવમા ભાવ પર બનશે. આથી તમને ભાગ્યનો સાથ મળશે. નોકરીયાત વર્ગના લોકોને ટ્રાન્સફરના યોગ છે. જો કે તેનાથી કરિયરમાં ખુબ સારી તકો મળશે. આવકમાં વધારો થશે. વેપારીઓને સારો એવો ધનલાભ થશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો.
કુંભ રાશિના જાતકો માટે માર્ચનો મહિનો અનુકૂળ રહી શકે છે. કારણ કે શનિ અને સૂર્યની યુતિ તમારી રાશિથી ધનના ભાવ પર બનશે. તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નાણાકીય યોજનાઓ સફળ થશે, અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. કૌટુંબિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. તમારા માટે સરકારી ક્ષેત્રે કામમાં સફળતાના યોગ છે. તમારી કમાણીમાં પણ વધારો થશે. તમારી વાણીમાં પ્રભાવ વધશે. નવા લોકો સાથે તમારા સંબંધ સ્થાપિત થશે. જેનાથી ભવિષ્યમાં તમને લાભ થશે.
મીન રાશિવાળા માટે માર્ચ મહિનો અત્યંત લાભકારી છે. આ મહિને ભૌતિક સુખના સાધનોમાં વધારો થશે. જે લોકો અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો માટે આ સમય વિશેષ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓની કૃપા થઈ શકે છે. આ ઉપરાંત સહકર્મીઓનો પૂરેપૂરો સાથ મળશે. વેપાર કરનારાઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. કારોબારનો વિસ્તાર થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.