PHOTOS

March Horoscope: માર્ચ મહિનામાં થશે વર્ષના સૌથી મહત્વપૂર્ણ ગ્રહ ગોચર, એક ઝાટકે અમીર બનશે 3 રાશિઓ, સફળતા અને પ્રસિદ્ધિ પગ ચુમશે

March Monthly Horoscope:  જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ જ્યારે રાશિ બદલે છે કે પોતાની ચાલ બદલે છે તો તેની અસર દરેક રાશિ ન થાય છે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખાસ રહેવાનો છે. કારણ કે માર્ચ મહિનાની શરૂઆતથી અંત સુધીમાં મહત્વપૂર્ણ ગ્રહો ગોચર કરશે. માર્ચ 2025 કેટલીક રાશિના લોકો માટે વિશેષ લાભકારી સાબિત થશે. 
 

Advertisement
1/5
માર્ચ મહિનાના 4 મહત્વપૂર્ણ ગોચર
માર્ચ મહિનાના 4 મહત્વપૂર્ણ ગોચર

માર્ચ મહિનામાં જે 4 મહત્વપૂર્ણ ગોચર થવાના છે તેમાં 14 માર્ચે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 15 માર્ચે બુધ ગ્રહ મીન રાશિમાં વક્રી થશે. બે દિવસમાં જ બુધ ગ્રહ મીન રાશિમાં અસ્ત થઈ જશે. ત્યાર પછી વર્ષનું સૌથી મહત્વપૂર્ણ ગોચર થશે. એટલે કે શનિ ગ્રહ 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. માર્ચ મહિનાના આ ફેરફાર ત્રણ રાશિઓને વિશેષ લાભ કરાવશે.

2/5
મિથુન રાશિ 
મિથુન રાશિ 

માર્ચ મહિનો મિથુન રાશિ માટે સકારાત્મક સાબિત થશે. કર્મ ફળના દાતા શનિ અને સૂર્ય આ રાશિના કર્મ ભાવમાં ગોચર કરશે. જેના કારણે કામકાજમાં સારી સફળતા મળી શકે છે. ખાસ કરીને તેલ, ખનીજ, પેટ્રોલ સંબંધિત વસ્તુઓનો વેપાર કરતા લોકોને વિશેષ લાભ થશે. નોકરી કરતા લોકોને અને વેપાર કરતાં લોકોની પણ ઉન્નતિ થશે. આ મહિનામાં પૈતૃક સંપત્તિનું સુખ મળી શકે છે. જોકે પિતા સાથે મતભેદ પણ થઈ શકે છે.   

Banner Image
3/5
કર્ક રાશિ 
કર્ક રાશિ 

માર્ચ મહિનો કર્ક રાશિ માટે પણ લાભકારક સિદ્ધ થશે. શનિનું ગોચર થતાં જ આ રાશિને ઢૈયાથી મુક્તિ મળી જશે. સૂર્ય પણ કર્ક રાશિને શુભ ફળ આપશે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે અને નવી તકો પ્રાપ્ત થશે. વેપારીઓને અણધાર્યો લાભ થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે.   

4/5
કુંભ રાશિ 
કુંભ રાશિ 

કુંભ રાશિ માટે પણ માર્ચ મહિનો અનુકૂળ રહેશે. સૂર્ય અને શનિની યુતિ ધન ભાવમાં સર્જાશે તેથી આકસ્મિક થઈ શકે છે. અટકેલું ધન પરત મળવાથી આનંદ વધશે. માર્ચ મહિનામાં નાણાકીય સ્થિતિ મજબૂત થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. વાણીનો પ્રભાવ વધશે. રોકાણ લાભકારી રહેશે.

5/5




Read More