PHOTOS

WPL Final : મુંબઈએ શરણાગતિ સ્વીકારી લીધી હતી...દિલ્હીના બેટ્સમેનની એક ભૂલ અને હાથમાંથી ગઈ ટ્રોફી

WPL Final : મહિલા પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે બીજી વખત WPL ટાઈટલ જીત્યું. આ ફાઈનલ મેચમાં મેરિજેન કેપની વિકેટ મુંબઈ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

Advertisement
1/6

WPL Final : મહિલા પ્રીમિયર લીગ 2025ની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  

2/6

દિલ્હીનો આ નિર્ણય અમુક અંશે સાચો પણ સાબિત થયો. દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં મુંબઈને 149 રન પર રોકી દીધું હતું. જો કે, ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની ટીમની બેટિંગ ઘણી નબળી રહી હતી. ખાસ કરીને ટોપ ઓર્ડરની બેટિંગે સૌથી વધુ નિરાશ કર્યા હતા.   

Banner Image
3/6

મેચમાં ખરાબ શરૂઆત બાદ જેમિમાહ રોડ્રિગ્સ અને મેરિજને કેપે ટીમને આશા જગાવી હતી, પરંતુ આ દરમિયાન દિલ્હીના બેટ્સમેન કેપે એક ભૂલ કરી જે મુંબઈ માટે મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ.

4/6

તેમાં કોઈ શંકા નથી કે મુંબઈ ઈન્ડિયન્સે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે એવું લાગતું હતું કે દિલ્હી કેપિટલ્સે મેચમાં વાપસી કરી છે. ખાસ કરીને જ્યારે મેરિજેન કેપે મુંબઈને લગભગ મેચમાંથી બહાર કરી દીધું હતું. મેરિજેને મુંબઈની જીત વચ્ચે દિવાલ બનીને ઉભી હતી, પરંતુ પછી મેરિજેને નેટ સિવ બ્રન્ટના બોલ પર મિસ હિટ શોટ રમ્યો હતો.  

5/6

મેરિજેની આ ભૂલ દિલ્હી કેપિટલ્સ માટે મોંઘી સાબિત થઈ. નિક્કી પ્રસાદની સાથે દિલ્હી માટે મોરચો સંભાળી રહેલી મેરિજેને 26 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા બાદ આઉટ થઈ હતી. 

6/6

મેરિજેના આઉટ થતાં જ મુંબઈમાં ખુશી છવાઈ હતી અને આ રીતે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 141 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે દિલ્હી ત્રીજી વખત ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું હતું.





Read More