ઉર્જા, સાહસ, પરાક્રમ, જમીન અને વિવાહના કારક ગ્રહ મંગળ જુલાઈના અંતમાં ગોચર કરી રહ્યા છે. મંગળનું આ ગોચર 2 દુશ્મન ગ્રહોની યુતિ કરાવશે જે રાશિવાળા માટે અશુભ સાબિત થઈ શકે છે.
28 જુલાઈના રોજ મંગળનું ગોચર થવાનું છે. મંગળ ગ્રહ 28ના રોજ સાંજે 7.58 કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી મંગળ બુધની યુતિ બનશે. જ્યોતિષ મુજબ મંગળ અને બુધ દુશ્મન ગ્રહ છે. તેમની યુતિ 5 રાશિના જાતકોને કરિયરથી લઈને આર્થિક સ્થિતિ સુધી ખુબ નુકસાન પહોંચાડી શકે છે. જાણો આ 5 રાશિઓ વિશે...
મંગળનું ગોચર મિથુન રાશિના જાતકોને આર્થિક નુકસાન કરાવી શકે છે. ખર્ચા વધશે અને તમે ફાલતુ વસ્તુઓ પર પૈસા પાણીની જેમ વહાવશો. ઘરમાં મનમોટાવ વધી શકે છે.
તુલા રાશિના જાતકોના ખર્ચા આવક કરતા વધશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાણીપીણીનું ધ્યાન રાખો, તણાવ રહેશે. હરિફો આકરી ટક્કર આપશે.
ધનુ રાશિવાળાને મંગળ બુધની યુતિ કરિયરમાં પડકારો આપી શકે છે. ખુબ ફોકસ રહીને કામ કરવું, ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. મહેનતનું ફળ મળી શકે છે.
મકર રાશિના જાતકોએ હાલ મુસાફરી કરવું ટાળવું જોઈએ. સતર્કતાથી કામ કરો. ઈજા થઈ શકે છે. ધૈર્ય જાળવી રાખશો તો આ સમય સરળતાથી પસાર થઈ જશે.
મીન રાશિવાળા જે ભાગીદારીમાં કામ કરે છે તેમને નુકસાન થઈ શકે છે કે ભાગીદારીનો અંત આવી શકે છે. મેરિડ લાઈફમાં પણ સમસ્યા થઈ શકે છે. ધૈર્ય અને સમજદારીથી કામ લો તો સારું રહેશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.