Mars Transit in Aries: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ બદલે છે. ક્યારેય એક રાશિમાં બે ગ્રહ સાથે મળીને વિશેષ યોગ પણ બનાવે છે. જ્યોતિષ ગણના અનુસાર 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે.
હવે મંગળ 1 જૂન સુધી આ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ મંગળ ગ્રહ મીન રાશિમાંથી પોતાની સ્વરાશિ મેષમાં ગોચર કરશે. મેષ રાશિમાં મંગળના પ્રવેશથી 3 રાશિના લોકોને અઢળક લાભ થાશે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે અને તેઓ અઢળક ધન પણ કમાશે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
આ રાશિ માટે મંગળનો મેષ રાશિમાં પ્રવેશ લાભકારી સાબિત થશે. વેપારનો વિસ્તાર થશે અને નોકરીમાં પણ પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે. નોકરી કરતા લોકોનો પગાર પણ વધી શકે છે. અચાનક ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ સુધરશે.
વિદ્યાર્થીઓ માટે મંગળનો મેષ રાશિમાં પ્રવેશ લાભકારી રહેશે. નવી સંપત્તિના માલિક બની શકો છો. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. દાંપત્યજીવનની સમસ્યાઓ દુર થશે. અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળે છે.
ધન રાશિના લોકો માટે પણ મંગળનું ગોચર શુભ છે. આ સમય દરમિયાન નોકરી શોધતા લોકોને સારી ઓફર મળી શકે છે. મિલકતમાં રોકાણ લાભકારી સિદ્ધ થશે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનરનો સહયોગ મળશે.