PHOTOS

18 ઓગસ્ટથી મંગળ કન્યા રાશિમાં કરશે ગોચર, મેષ સહિત આ ત્રણ જાતકોનો થશે ભાગ્યોદય

Mangal Gochar: રાશિ પરિવર્તનના પ્રભાવથી ઘણા જાતકોનું ભાગ્ય ચમકી જાય છે. જ્યારે વાત સાહસ અને ઉર્જાના કારક મંગળ ગ્રહની હોય તો તે મહત્વપૂર્ણ થઈ જાય છે. 

Advertisement
1/4
મેષ રાશિ
 મેષ રાશિ

મંગળ ગ્રહના કન્યા રાશિમાં ગોચર દરમિયાન મેષ રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. નોકરીમાં પ્રગતિનો યોગ બનશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. કોર્ટ-કચેરી કે જમીન સાથે જોડાયેલા વિવાદમાં સારૂ પરિણામ આવશે.   

2/4
કર્ક રાશિ
કર્ક રાશિ

મંગળના કન્યા રાશિમાં ગોચર દરમિયાન કર્ક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. કર્ક રાશિના જાતકોના દરેક કામ પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી શકશે. નાની-મોટી યાત્રાઓને ના ન પાડો કારણ કે તે તમારા કરિયર અને આર્થિક સ્થિતિ માટે સારી સાબિત થઈ શકે છે. 

Banner Image
3/4
વૃશ્ચિક રાશિ
 વૃશ્ચિક રાશિ

મંગળના કન્યા રાશિમાં ગોચર દરમિયાન તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. પાછલા કેટલાક દિવસમાં જે વસ્તુ માટે પ્રયાસ કરી રહ્યાં છો તેમાં સફળતા મળશે. નવા લોકો સાથે સંપર્ક થશે. તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે લોન લેવા વિશે વિચારી રહ્યાં છો તો તમને સફળતા મળશે. 

4/4
ધન રાશિ
 ધન રાશિ

આ દરમિયાન ધન રાશિના જાતકોની પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિ થશે. વ્યાવસાયિક દ્રષ્ટિ કોણથી યાત્રાનો યોગ બની રહ્યો છે. વિદેશમાં નોકરીની તક મળી શકે છે. બિઝનેસમાં પ્રગતિ કરવા માટે સારો સમય છે. બીજી તરફ ધન રાશિના જાતકો આ દરમિયાન ઉર્જાથી ભરેલા રહેશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 





Read More