PHOTOS

MARUTI SUZUKI ની 4 નવી કાર માર્કેટમાં કરશે દમદાર એન્ટ્રી, આપશે જબરદસ્ત માઈલેજ

Maruti Suzuki જલ્દી જ ભારતમાં પોતાની પ્રખ્યાત હેચબેક અને સિડાન કાર CNG વેરિએન્ટમાં લોન્ચ કરશે. આ નવા વેરીએન્ટ મોડલ્સમાં Swift CNG, ડિઝાયર CNG અને વિટારા બ્રેજા (Vitara Breeza) તેમાં સામેલ છે. આ સાથે જ કંપનીએ Cellario નું ન્યૂ જનરેશન વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. આ બધી કાર જબરદસ્ત લુક અને શાનદાર ફિચર્સ સાથે લોન્ચ થશે...

Advertisement
1/4
મારૂતિ સુઝુકી સ્વીફટ સીએનજી
મારૂતિ સુઝુકી સ્વીફટ સીએનજી

સૌથી વધારે વેચાતી 5 સીટર કારની યાદીમાં મારુતિ સુઝુકી સ્વીફટનું નામ ટૉપ પર આવે. લોકો આ કારના લુક્સ અને પર્ફોમન્સના દીવાના છે. એકતરફ પેટ્રોલના ભાવ વધતા લોકોને કારમાં મુસાફરી પરવડતી નથી તેવામાં મધ્યમવર્ગીય પરિવારને ધ્યાનમાં રાખી આ કારનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ કારના સંભવિત ફિચર્સની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું ડ્યૂલજેટ K12C પેટ્રોલ એન્જિન લાગેલું હશે, જો કે 70 bhp સુધીના પાવર અને 95Nm સુધીનો ટોર્ક જનરેટ થઈ શકશે.

2/4
મારુતિ સુઝુકી ડિઝાયર સીએનજી
મારુતિ સુઝુકી ડિઝાયર સીએનજી

મારુતિ સુઝુકીની આરામદાયક અને સ્પેશિયસ 5 સીટર ડિઝાયર કાર જલ્દી જ CNG વેરિઅન્ટ સાથે માર્કેટમાં એન્ટ્રી લેશે. આ કારની સંભવિત ખાસિયતોની વાત કરીએ તો તેમાં CNG કિટ સાથે 1.2 લિટરનું Dualjet K12C પેટ્રોલ એન્જિન લાગેલું હશે. આ કારમાં 70bhp સુધીનો પાવર અને 95Nm સુધીનો ટોર્ક જનરેટ થઈ શકશે.

Banner Image
3/4
મારુતિ સુઝુકી વિટારા બ્રેજા સીએનજી
મારુતિ સુઝુકી વિટારા બ્રેજા સીએનજી

ભારતમાં CNG કારની ડિમાન્ડને લઈ મારુતિએ વિટારા બ્રેજાનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ કારમાં 1.5 લિટર K15 નેચુરલી એસ્પિરેટેડ એન્જિન જોવા મળશે. જે 91 bhp સુધીના પાવર અને 122 Nm સુધીનો ટોર્ક જનરેટ કરી શકશે. બ્રેજા CNGને  5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે રજૂ કરવામાં આવશે.

4/4
મારુતિ સુઝુકી જેન સેલેરિયો
મારુતિ સુઝુકી જેન સેલેરિયો

મારુતિ સુઝુકી જેન સેલેરિયોમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઈન્ફોટમેન્ટ સિસ્ટમ, મલ્ટી સ્ટેયરિંગ વ્હીલ સહિત અન્ય ફિચર્સ પણ જોવા મળશે. આ કારમાં WagonRની જેમ 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન મળશે અને જે 83bhp સુધીનો ટોર્ક પાવર જનરેટ કરી શકશે. આ એન્જિન સેલેરિયોના ઉપલબ્ધ મોડલ કરતા વધુ દમદાર છે. અપકમિંગ સેલેરિયોમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ જેવા ઓપ્શન મળશે.





Read More