સોમનાથ સમુદ્ર તટે પહેલીવાર સોમનાથ પોલીસ દ્વારા મશાલ પીટીનું આયોજન કરાયું હતું. રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ જ્યારે સોમનાથમાં ઉજવવામાં આવનાર હોય ત્યારે ગીર સોમનાથ પોલીસ દ્વારા મશાલ પીટીનું સોમનાથ મંદિર નજીક આવેલ સમુદ્ર કિનારે આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કર્મચારીઓ હાથમાં મશાલ લઈને ઉમટી પડ્યા હતા. 300 જેટલા પોલીસ કર્મચારીઓએ સામેલ થઈ પરેડ યોજતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ જવાનો દ્વારા મશાલથી સમુદ્ર તટે જય સોમનાથ લખાણની રચના કરાઈ હતી.