PHOTOS

ધાંગ્રધાના મુખ્ય બજારમાં આવેલા કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, 15 થી વધુ દુકાનો સળગી

Surendra Nager Fire : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં લાગી ભીષણ આગ... 15થી વધુ દુકાનોમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક.. ફાયર અને આર્મીના જવાનો આગને કાબૂમાં લેવા કરી રહ્યા છે મહેનત...
 

Advertisement
1/7

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે ૧પ થી વધુ દુકાનોમાં આગ લાગી હતી.    

2/7

સુરેન્દ્રનગરમાં 15થી વધુ દુકાનોમાં વિકરાળ આગ પ્રસરી ગઈ હતી. ધ્રાંગધ્રાના રાજકમલ ચોકની 15થી વધુ દુકાનમાં આગ લાગતા આ દુકાનોની નજીક આવેલ બ્લડ બેંક, લેબોરેટરીમાં ફેલાઈ હતી. 

Banner Image
3/7

આ કારણે બાજુમાં આવેલ બ્લડ બેંક તેમજ લેબોરેટરી સુધી પણ આગ પ્રસરી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટા પાયે નુકશાન થયું હતું. 

4/7

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાલિકાની ફાયર ફાય ટર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.   

5/7

સવારે આગનો બનાવ બનતા મોટી જાનહાનિ ટળી હતી. કારણ કે આ સમયે કોમ્પ્લેક્સમાં કોઈ હાજર ન હતું.   

6/7
7/7




Read More