PHOTOS

416 વર્ષ પછી બની રહ્યો છે આ અદભૂત સંયોગ, 5 રાશિવાળાને બંપર લાભ થશે, સુખ-સમૃદ્ધિમાં આળોટશો

મે મહિનો ગ્રહોના ગોચરના કારણે અનેક રાશિઓ માટે પડકારભર્યો અને કેટલાક માટે અવસરોવાળો રહ્યો છે. દરેક ગ્રહનું ગોચર તમારા જીવનમાં વિવિધ  પહેલુઓ પર અસર પાડે છે. તેના લાભ અને પડકારોનો સામનો કરવો પડે છે. આ અદભૂત સંયોગ કોને ફાયદો કરાવી રહ્યો છે તે ખાસ જાણો. 
 

Advertisement
1/7

વાગે ગ્રહોના રાજા ગણાતા સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ મહિને 7 ગ્રહોના રાશિ પરિવર્તનનો સંયોગ છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ આવો સંયોગ 416 વર્ષ બાદ થઈ રહ્યો છે. બુધ ગ્રહે 7મીએ મેષ રાશિમાં ગોચર કર્યું. જ્યારે ગુરુએ 14મીએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો. સૂર્ય શુક્રવારે 16મી મેના રોજ સવારે 4.14 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે રાહુ-કેતુ 18મી મેના રોજ રાશિ બદલશે. આમ બુધ, ગુરુ, સૂર્ય, રાહુ, કેતુ અને શુક્ર સહિત 7 ગ્રહોનું ગોચર મે મહિનાને ખાસ બનાવે છે. 416 વર્ષ પછી આ સંયોગ બન્યો છે. 7 તારીખથી લઈને 31 તારીખ દરમિયાન આ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ સંયોગથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો. 

2/7
વૃષભ
વૃષભ

જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ વૃષભ રાશિને સૂર્યના ગોચરથી મોટો લાભ થાય તેવા યોગ છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને મોટી સફળતા મળવાની આશા છે. આ સમય એવા વિદ્યાર્થીઓ માટે ફળદાયી છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે.   

Banner Image
3/7
કન્યા
કન્યા

કન્યા રાશિવાળાને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યસ્થળે પદોન્નતિ અને નાણાકીય વિકાસ માટે ઘણા મોટા પ્રયત્નો કરવામાં સફળ થશો. આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય શુભ રહેશે. નવા પ્રોજેક્ટ્સ અને ડીલથી સારા લાભ  કમાવવામાં સફળ રહેશો. 

4/7
વૃશ્ચિક
વૃશ્ચિક

વ્યવસાયિક મોરચે કરિયરમાં નામ અને પ્રસિદ્ધિ મેળવશો. વૃશ્ચિક રાશિવાળા બ્રેક બાદ નવી તકોની રાહ જોઈને બેઠા હશે તેઓ ભાગ્યશાળી રહેશે. કારણ કે તેમને પોતાની કરિયર શરૂ કરવા માટે કઈક સારા પ્રસ્તાવ મળશે. 

5/7
કુંભ
કુંભ

કુંભ રાશિવાળાને કરિયરમાં મજબૂતી અને સ્થિરતા મળશે. પોતાના સંગઠનમાં સારું નામ અને ઓળખ મેળવશો જે લોકો પોતાની કરિયરમાં વિશેષઅને અધિકૃત પદ મેળવવાની રાહ જોતા હશે તેમના સપના પૂરા થશે. 

6/7
મીન
મીન

જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિવાળા માટે લાભકારી રહી શકે છે. જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારતા હશો તો તમે તે બેધડક કરી શકો છો અને તેનાથી તેમને નિશ્ચિતરીતે આર્થિક લાભ થશે. 

7/7
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, જ્યોતિષ માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More