કોરોના સંકટમાં પોસ્ટ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા દવાઓની ડિલિવરી શરૂ કરવામાં આવી છે જેમાં નાગરિકોને દવાઓ હોમ ડિલિવરીમાં મળશે. વિભાગ દ્વારા 10 હજાર કિલો જેટલી દવાઓની ડિલિવરી કરવામાં આવી છે. આ સિવાય પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 હજાર માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. આ માસ્ક કર્મચારીઓને અને ગરીબ નાગરિકોને વિનામૂલ્યે આપશે.