Gujarat Weather Forecast : ગુજરાતમાં જલ્દી જ ખોવાયેલુ ચોમાસું ફરી જામવાનું છે. કારણ કે, એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, અને અનેક જિલ્લાઓ જળબંબાકાર થાય તેવો વરસાદ આવશે.
હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાના મેગા રાઉન્ડની આગાહી કરી છે. અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. પરતું રાજ્યમાં વરસાદનો માહોલ તેજ બન્યો છે. આજથી વરસાદનું જોર વધશે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધશે. 25થી 29 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તબાહી મચાવે તેવી શક્યતા છે. આ કારણે માછીમારોને 23થી 26 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કાલથી વરસાદનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. ગુજરાતમાં 25થી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ તબાહી મચાવે તેવી શક્યતા છે. અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
ચોમાસું ક્યાં અટકી ગયું છે. દરેકના મનમાં આ જ સવાલ થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં સારા વરસાદની કોઈ એક્ટિવિટી જોવા નથી મળી રહી. જો કે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી આપી. 27 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે. જે 24થી 36 કલાકમાં મજબૂત થઈને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી શકે છે,,જેના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે.
27થી 31 જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં થોડા વિરામ પછી ફરી સારો વરસાદ વરસી શકે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી હતી. હવામાન વિભાગની આગાહી બાદ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી. જુલાઈના અંતમાં ફરી મેઘરાજાની બેટિંગ શરૂ કરશે. પરેશા ગોસ્વામીએ કરી આગાહી કરી હતી. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે. 24થી 36 કલાકમાં સિસ્ટમ સક્રિય થશે તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. 27થી 31 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં પણ સારો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
વરસાદને લઈ હવામાન નિષ્ણાંતની પરેશ ગૌસ્વામીની આગાહી કરી હતી. આવનારા સમયમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં ફરી વરસાદની સિસ્ટમ બની છે. 24 થી 36 કલાકમાં ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થશે. 27 જૂલાઈ થી 31 જૂલાઈ દરમ્યાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.