Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, સુરત અને તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તોફાની આગાહી સામે આવી આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આમ, ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે.
અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યઝ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાતે વિરામ લઈને વરસતા વરસાદને ખેડૂતો માટે રાહતની બાબત ગણાવી છે. ઓગસ્ટના વરસાદનું પાણી ખેડૂતો માટે સારું હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં વરસનાર વરસાદનું પાણી ખેડૂતો માટે ખરાબ હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોને પાક લઈ લેવા અંબાલાલ પટેલે સૂચન કર્યું. તેમજ સપ્ટેમ્બર મહિનામાં ખેતરોમાં જીવ જંતુ નીકળી શકે તેવી શક્યતા વ્યક્ત કરી ખેડૂતોને સચેત રહેવા સૂચન કર્યું.