PHOTOS

હવે સપ્ટેમ્બરમાં મેઘો ગુજરાતમાં કરશે સટાસટી! આ વિસ્તારોમાં જાહેર કરાયું એલર્ટ

Ambalal Patel Forecast: ગુજરાતમાં આવતા મહિને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેથી ચારથી દસ સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને મધ્ય ગુજરતામાં ભારે વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

Advertisement
1/7
કાલથી રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદ
કાલથી રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદ

ગુજરાતમાંથી કાલથી ફરીથી વરસાદ શરૂ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એક સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ આવશે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે, તો આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટો-છવાયો વરસાદ પડશે. આજે વરસાદનું જોર ઘટ્યું છે જો કે સપ્ટેમ્બર માસ શરૂ થતાની સાથે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.

2/7
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 વાગેથી 10 વાગે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે. 

Banner Image
3/7

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઇ કોઇ જ એલર્ટ નથી, પરંતુ દ.ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓ અને વડોદરા તેમજ પંચમહાલમાં ચોક્કસ દિવસોએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. આ સાથે હવે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદને લઇને શું સ્થિતિ રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા જારી કરાઇ છે.

4/7

વરસાદને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ચક્રવાત ઓમાન તરફ જતા ગુજરાતને રાહત તો થઈ છે. પરંતુ બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ થવાની શક્યતા રહેલી છે.

5/7

1 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપૂર, પંચમહાલ, નર્મદા અને દાહોદમાં યેલ્લો એલર્ટ અપાયું છે એટલે કે આ જિલ્લાઓના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 2 સપ્ટેમ્બરે આ તારીખે ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદમાં યેલ્લો એલર્ટ, તેમજ વડોદરા અને છોટા ઉદેપૂરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. 3 સપ્ટેમ્બરે ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપૂર,સુરત, તાપી, નવસારી, વલસાડમાં યેલ્લો એલર્ટ જારી કરાયુ છે.   

6/7

તો ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. 4 સપ્ટેમ્બરે દ.ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદામાં તથા સૌરાષ્ટ્રના ભાવનગરમાં યેલો એલર્ટ જારી કરાયું છે. 5 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, અને પંચમહાલ આ ત્રણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે.

7/7
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 





Read More