ther Forecast: આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જી હા...હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી...
રાજ્યમાં પૂર્વે ભાગોમાં પંચમહાલના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. નવસારી, સુરત અને તાપી અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગત વર્ષની 11 જૂનના રોજ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે ચોમાસું મોડું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે.
જો કે, આવતીકાલથી ગુજરાતના દક્ષિણ ભાગથી ચોમાસાનું આગમન થશે. જેના લીધે હળવો વરસાદ પડી શકે છે. 13 જૂન બાદ રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 16 જૂનથી લઈને 24 જૂન સુધી રાજ્યના મોટાભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
રાજ્યના 8 શહેરનું તાપમાન હાલ 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ગત વર્ષે 11 જૂનના રોજ ચોમાસાનો પ્રારંભ થયો હતો. જેની સરખામણીએ આ વખતે ચોમાસુ વહેલુ આવવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગની આગાહી ખોટી પડી હોય તેવું જણાય રહ્યું છે. કારણ કે હજુ પણ આગામી બે દિવસ બાદ એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રવિવારથી 3 દિવસ સુધી હળવો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામશે.
ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ઉત્તર ભારતના રાજ્યોને કાળઝાળ ગરમીથી રાહત મળી નથી. ગુજરાત, દિલ્લી સહિતના રાજ્યોમાં ભારે ગરમીએ કાળો કહેર વર્ષાવ્યો છે..દિલ્લીમાં આજે કાળઝાળ ગરમીને લીધે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે હીટ ઈન્ડેક્સમાં દિલ્લીનું તાપમાન 51 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો ઉંચો જોવા મળી રહ્યો છે.
સરેરાશ 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. જો કે, આજે પણ હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. જેમાં ફેરફાર આવતીકાલ એટલે કે 13 જૂનથી થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર 13 જૂનની રાતથી પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરી શકે. જેના લીધે દિલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે. ભારે પવનના સાથે હળવો વરસાદ થતા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.