PHOTOS

PSM@100: હરિભક્તો માટે હાઈટેક રસોડું, એક કલાકમાં બને છે 2000 રોટલી, ભાખરી અને સ્ટફ પરોઠા, જુઓ PHOTOs

આશ્કા જાની/અમદાવાદ: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં 60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Advertisement
1/9

જાણીને નવાઈ લાગશે આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જાત જાતના અને ભાત ભાતના ભોજનનો રસ થાળ હરિભક્તોને પીરસવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી દેશભરમાંથી હરિભક્તો અહીં અનાજ શાકભાજી તેલ ઘી અને મસાલાની સેવા આપી રહ્યા છે. 

2/9

જોકે આ રસોડું એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે. માત્ર એક કલાકની અંદર 2000 રોટલી ભાખરી સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે. જેમાં તમામમાં મશીનનો ઉપયોગ થાય છે. સતત 13 કલાક સુધી આ રસોડું ધમધમે છે.

Banner Image
3/9

જોકે આ હાઈટેક રસોડામાં આવશો તો તમને ના તો ગરમીનો અહેસાસ થશે અને ના તો આંખો બળશે કારણ કે તેના માટે અહીં બોઇલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ 20 લાકડું વપરાય છે. 40 ટન શાકભાજી, 40 દાળ, અહીં પ્રેમવતી પ્રસાદમ માટે જે નાસ્તાનની સેવા હોય છે, જેમાં 250 કિલો લોટનો નાસ્તો એક સાથે બની શકે તેવા મશીન વપરાય છે.

4/9

અહીં ફરસાણમાં ડાકોર જેવા ગોટા એક કલાકમાં 60 kg ગોટા તૈયાર થાય તે રીતનું મશીન વપરાય છે. અહીં 60 જેટલા સંતોષ છે કે જે અલગ અલગ સ્વામિનારાયણ મંદિરના ભંડારી સંતો છે . આ આખું રસોડું પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થી આ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. 

5/9
6/9
7/9
8/9
9/9




Read More