ુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે, જ્યાં રાત્રે પણ અંધકાર નથી થતો, 24 કલાક સૂર્ય ચમકતો રહે છે. આ અનોખી કુદરતી ઘટનાને મિડનાઇટ સન કહેવામાં આવ...
દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં રાત્રે પણ અંધકાર નથી થતો, 24 કલાક સૂર્ય ચમકતો રહે છે. આ અનોખી કુદરતી ઘટનાને "મિડનાઇટ સન" કહેવામાં આવે છે, જે મુખ્યત્વે ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે છે.
નોર્વેને "લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન" તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મે અને જુલાઈ વચ્ચે ક્યારેય સૂર્ય આથમતો નથી. નોર્થ કેપ અને સ્પિટ્સબર્ગન જેવા સ્થળોએ આ અદ્ભુત દૃશ્યનો આનંદ લઈ શકાય છે.
સ્વીડનના ઉત્તર ભાગમાં પણ "મિડનાઇટ સન" જોઈ શકાય છે. કિરુના અને એબિસ્કો જેવા શહેરોમાં મેથી ઓગસ્ટ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. સ્વીડનના સુંદર તળાવો અને જંગલો સાથે આ અનોખી ઘટનાનો અનુભવ વધુ વિશેષ બની જાય છે.
ફિનલેન્ડના લેપલેન્ડ વિસ્તારમાં સતત 73 દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી. અહીં તમે રાત્રે પણ સૂર્ય પ્રકાશનો આનંદ માણી શકો છો. ઉનાળાની ઋતુમાં અહીંનું લેન્ડસ્કેપ ખૂબ જ આકર્ષક લાગે છે.
આઇસલેન્ડમાં જૂન મહિનામાં ક્યારેય સૂર્ય આથમતો નથી. અહીં દિવસ અને રાત વચ્ચે કોઈ તફાવત નથી, કારણ કે અહીં હંમેશા દિવસ રહે છે. મિડનાઇટ સન કેનેડાના ઉત્તરીય વિસ્તારોમાં પણ જોઈ શકાય છે. આ અદ્ભુત નજારો યુકોન અને નુનાવુત જેવા વિસ્તારોમાં અનુભવી શકાય છે.
અલાસ્કાના ઉત્તર ભાગમાં મેથી જુલાઈ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. તો રશિયાના ઉત્તરીય ભાગમાં પણ કેટલાક દિવસો સુધી સૂર્ય આથમતો નથી, જેના કારણે ત્યાં હંમેશા અજવાળું રહે છે.